<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

વૈશ્વિક સંકેતો વચ્ચે દિલ્હીમાં સોનામાં મજબૂત પક્કડ :ચાંદીમાં પણ કિલોએ 1,000નો ઉછાળો

સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 300 ઉછળી રૂપિયા 89,300ની નવી ઊંચી સપાટીની નજીક પહોચ્યું

નવી દિલ્હી : વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે 5 માર્ચ 2025ના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 300 ઉછળી રૂપિયા 89,300ની નવી ઊંચી સપાટીની નજીક પહોચ્યું છે. અગાઉ 20મી ફેબ્રુઆરીના રોજ સોનુ રૂપિયા 89.450ની નવી ઊંચી સપાટી પહોંચી હતી.

સોનાના ભાવ સતત ત્રીજા દિવસે તેજીમય રહ્યું હતું. અમેરિકા તરફથી કેનેડા તથા ચીન પર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત બાદ સતત ભાવને લઈ તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની શક્યતા તથા ટ્રેડ વોરની સ્થિતિથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1000 વધી રૂપિયા 99,0000 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 2,925 ડોલર રહ્યો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.63 ટક વધી 32.91 ડોલર રહ્યા છે.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી હતી. અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામદીઠ રૂપિયા 100 ઘટી રૂપિયા 89,100 જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 100 ઘટી રૂપિયા 100 તૂટી રૂપિયા 88,800 રહ્યા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા 500 વધી રૂપિયા 96,000 રહી હતી.

(9:21 PM IST)