હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 5.4 કરોડના હાઇડ્રોપોનિક ગાંજા સાથે મહિલા મુસાફર ઝડપાઈ
ગ્રીન ચેનલમાંથી પસાર થતી મહિલાને રોકી તલાશી લેવાઈ ત્યારે ચેક-ઇન બેગમાં છુપાયેલો 5,438 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળ્યો

હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ એક મહિલા મુસાફરની ધરપકડ કરી છે. તેની પાસેથી લગભગ 5.4 કરોડ રૂપિયાની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે, તેમણે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (RGIA) ના આંતરરાષ્ટ્રીય આગમન હોલમાં ગ્રીન ચેનલમાંથી પસાર થતી મહિલાને રોકી હતી. જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની ચેક-ઇન બેગમાં છુપાયેલો 5,438 ગ્રામ (કુલ વજન) હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેની અંદાજિત કિંમત 5.4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
મહિલા મુસાફરની NDPS એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના અંતમાં, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મહિલાને કૂકીઝ અને ચોખાના શંકાસ્પદ પેકેટ સાથે પકડી હતી. જ્યારે તે પેકેટોની તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે મહિલા મુસાફર તે પેકેટોમાં છુપાવેલ ડ્રગ્સ લાવી હતી. તેની કિંમત 11 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ પછી, મહિલા મુસાફરની ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
