<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

પાસપોર્ટને લગતા નિયમોમાં અનેક ફેરફાર : જાણો દસ્તાવેજોને લગતી પ્રક્રિયામાં બદલાવ અંગે માહિતી

સરકાર હવે દસ્તાવેજોને લઈ નિયમોન કડક કરી રહી છે. એવી જ રીતે બિનજરૂરી ખુલાસા ટાળવામાં આવ્યો

નવી દિલ્હી : પાસપોર્ટ સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે તેને લગતા કેટલાક નિયમને કડક કરવામાં આવ્યા છે.આ સાથે જ પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર હવે દસ્તાવેજોને લઈ નિયમોન કડક કરી રહી છે. એવી જ રીતે બિનજરૂરી ખુલાસા ટાળવામાં આવ્યો છે.

પાસપોર્ટમાં નોંધાયેલી માહિતી અંગે પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર પાસપોર્ટ સેવા કેન્દ્રનો પણ વિસ્તાર કરી રહી છે.

સરકારે જન્મ તારીખ સંબંધિત દસ્તાવેજમાં ફેરફાર કર્યો છે. જેમનો જન્મ 1લી ઓક્ટોબર,2023 પછી થયો હોય તેમના પાસપોર્ટ માટે જન્મ તારીખ પ્રમાણપત્ર તરીકે ફક્ત જન્મ પ્રમાણપત્ર જ સ્વીકારવામાં આવશે. જોકે આ પહેલા જન્મેલા લોકો માટે અન્ય દસ્તાવેજો પહેલાની જેમ જ સ્વીકારવામાં આવશે. તેમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સુરક્ષા અને ગોપનીયતા માટે ઘરનું સરનામું પાસપોર્ટમાં બાર કોડના રૂપમાં નોંધવામાં આવશે. અધિકારીઓ દ્વારા સ્કેન કરવામાં આવશે ત્યારે તેમને તમામ માહિતી મળશે.

પાસપોર્ટ ઓળખવા માટે કલર કોડ પણ રજૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સરકારી અધિકારીઓ માટે સફેદ પાસપોર્ટ, રાજદ્વારીઓ માટે લાલ પાસપોર્ટ અને સામાન્ય નાગરિકો માટે વાદળી પાસપોર્ટ હશે. આ વિવિધ શ્રેણીની ઝડપી ઓળખ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ હવે પાસપોર્ટ પર માતાપિતાનું નામ આપવાની જરૂર રહેશે નહીં. આ આ પરિસ્થિતિઓમાં અસરકારક રહેશે જ્યાં એકલ માતા-પિતા હોય. તેનાથી આ પરિસ્થિતિમાં બિનજરૂરી ખુલાસો ટાળવામાં આવશે.

પાસપોર્ટ સેવાને ઝડપી બનાવવા માટે સરકાર પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યા 442 થી વધારીને 600 કરવાની યોજના બનાવી રહી છે. આ વધારો આગામી 5 વર્ષમાં થઈ શકે છે.

(11:03 PM IST)