<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

મધ્‍યપ્રદેશના પ્રધાન વીજળી બચાવવા ૧ વર્ષ સુધી ઇસ્ત્રી કર્યા વિનાનાં કપડાં પહેરશે

એક કપડાને ઇસ્‍ત્રી કરવામાં અડધો યુનિટ વીજળી વપરાય છે

ભોપાલ, તા.૬: મધ્‍યપ્રદેશના ઊર્જાપ્રધાન પ્રદ્યુમન સિંહ તોમરે વીજળી બચાવવા માટે એક વર્ષ સુધી ઇસ્રી કર્યા વિનાનાં કપડાં પહેરવાની પ્રતિજ્ઞા કરી છે. આ મુદ્દે નિવેદન આપતાં તેમણે કહયું હતું કે ‘એક કપડાને ઇસ્રી કરવામાં અડધો યુનિટ વીજળી વપરાય છે. આથી હું એક વર્ષ સુધી ઇસ્રી કર્યા વિનાનાં કપડાં પહેરીશ. લોકોએ પણ વીજળીનો ઉપયોગ જોઈ-વિચારીને કરવો જોઈએ. જોકે હું મારી દીકરીનાં લગ્ન વખતે માત્ર ઇસ્રી કરેલાં કપડાં પહેરીશ. આવા નાના-નાના પગલાથી પર્યાવરણને સુધારી શકાય એમ છે. ગ્‍વાલિયરમાં પ્રદૂષણ વધી રહયું છે. લોકોએ પણ થોડા ફેરફાર કરવા જોઈએ, જોકે પ્રદ્યુમન સિંહ તોમરના આ નિવેદનની કોંગ્રેસે મજાક ઉડાવી છે. કોંગ્રેસે જણાવ્‍યું હતું કે તોમરે સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવું જોઈએ, કારના કાફલાના સ્‍થાને સાઇકલ પર ફરવું જોઈએ, તેમને અભિનય પ્રધાન બનાવવા જોઈએ.

(9:52 AM IST)