<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

તનાવભર્યા યુગમાં વરદાન વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો ધ્યાન મંદિર પર દરરોજ નિયમિત સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. ધ્યાન અને સંન્યાસ સાહિત્ય માટે ૨૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એક માત્ર ધ્યાન મંદિર

-ઃસ્થળ ઃ-

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ. સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

પ્રશ્ન ઃ- સક્રિય ધ્યાનના પ્રયોગથી શરીર થાકી જાય છે, તો પ્રયોગ ચાલુ રાખીએ કે ન રાખીએ ?

તમારા માંથી ઘણા ને શરીરના કોઈ ન કોઈ અંગ ને થાકી જવાનો ખ્યાલ આવશે. સ્વાભાવિક છે. જયારે શરીરનાં કોઈ અંગો એટલી ગતિ કરશે. એટલો વ્યાયામ થઈ જાશે, તો થાકશે. પરંતુ બે-ચાર - છ દિવસ. જેવો કોઈ પણ નવો વ્યાયામ કરશે તે સમયે થાકની ખંબર પડશે. બે-ચાર દિવસમાં સારું થઈ જાશે.। અને જયારે સારૃ થશે, તો તમને પહેલી વખત ખ્યાલ આવશે કે જે અંગ તમારી મુવમેટ ક્રિયા, ગતિ ક્રિયા કરી છે તે બિમાર હતું. પરંતુ જયાં સુધી તંદુરસ્ત ન થઈ જાય તે અંગનો ખ્યાલ પણ નથી. આવતો. જેમ કે કોઈ માણસ ના માથાનો દુઃખાવો જો બાળપણથી હોય, ચોવીસ કલાક દુઃખ હોય, તો તે જાણશે કે આ દુઃખ જ તેમનું માથુ છે. એક વાર દુખ છૂટે તો જ તેમને જાણ થશે કે દુઃખ માથું જ ન હતું.

જે અંગે તમારું હલનચલન કરે છે વધારે, તે એ વાતની સાબિતી છે તે અંગ કોઈ તણાવ થી દુઃખી છે. કારણ વગર નથી થતું. તે તે તણા તણાવ તે અંગ માંથી નીકળવાની કોશિષ કરે છે. આ કોશિષમાં તે અંગ થાકશે. તેમને થાકવા દો, તેમની ચિંતા ન કરો. તે બે-ચાર દિવસમાં સારુ થઈ જશે. થાક પણ ચાલ્યો જાશે અને તે અંગે સ્વસ્થ પણ થઈ જાશે.

આપણા મનમાં જે વેગ આપણે દબાવીએ છીએ, તેમની સાથે જોડાયેલ, સમાંતર આપણા શરીરના અંગો હોય છે. આપણા શરીર અને મનની દરેક ચીજ સમાંતર છે. કાંઈ પણ મનમાં ઘટે છે, તો શરીરમાં પણ ઘટે છે. કાંઈ પણ શરીરમાં ઘટે છે, તો મન સુધી પ્રતિધ્ધનીત થાય છે. એટલા માટે મનના દરેક વેગનો શરીરમાં પણ કોઈક ભાગ છે. અને તે ભાગના કંપન, તે ભાગની ગતિ, મુવમેન્ટ,  મનના કોઈ વેગની નિર્જરા છે. તેમને રોકો નહિ. બે-ચાર - આઠ દિવસમાં તેમનો થાક તો પોતાની રીતે ચાલ્યો જશે.

અને જયારે થાક જાશે, ત્યારે તમે પહેલી વખત સમજશો કે તમારા કોઈ અંગ જે કાયમથી બિમાર હતાં, સ્વસ્થ થઇ ગયા છે. આખું શરીર પણ થાકી જાય તો ભય ન પામો. બે-ચાર-આઠ દિવસમાં તે પણ બરાબર થઈ જશે અને જયારે તે સારું થશે તો શરીરના સ્વાસ્થ્યનો એક નો જ અર્થ માલૂમ પડશે.

સંકલનઃ સ્વામિ સત્યપ્રકાશ

૯૪૨૭૨ ૫૪૨૭૬

સહયોગઃ મનસુખભાઈ લુણાગરીયા-

૯૪૨૭૫ ૬૧૩૪૧

આજના મનુષ્યના ચિંતની અવસ્થા જોઈને ઓશોે કહે છે. મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે. આખી મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિલિપ્તતા સામાન્ય સ્થિતિ થઈ ગઈ છે એવું કેમ?

આપણે બધાને દમિત બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના  મોટાભાગના  મનૌચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે સક્રિય ધ્યાન ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.  સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે. (૯.૪)

સંકલનઃ સ્વામિ સત્યપ્રકાશ

૯૪૨૭૨ ૫૪૨૭૬

સહયોગઃ મનસુખભાઈ લુણાગરીયા-

૯૪૨૭૫ ૬૧૩૪૧

(10:56 AM IST)