News of Thursday, 6th March 2025
ઘોર કળિયુગ : ઘરની સામે રહેતી મામી પર મોહી ગયો ભાણેજ : મામાને જાણ થતાં ધણધણાટી બોલાવી દીધી

આગરા, તા.૬: આગરામાં ટ્રાન્સ યમુના વિસ્તારના ટેઢી બગિયામાં એક મહિલાની લાશ મળતા હડકંપ મચી ગયો હતો. લાશ કોથળામાંથી મળી છે. રાહદારીઓએ કોથળામાં બંધ મહિલાની લાશ જોઈ તો પોલીસને સૂચના આપી. મૃતક મહિલાની ઓળખ ટ્રાન્સ યમુના વિસ્તારના ટેઢી બગિયામાં ગીતા તરીકે થઈ છે. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. મૃતકના દીકરાને પોતાની મામી સાથે આડા સંબંધ હતા. પોલીસે પ્રથમ દૃષ્ટિએ હત્યાનું કારણ માન્યું છે. આરોપ છે કે મૃતકના ભાઈએ હત્યાકાંડ કર્યો છે. હત્યા બાદથી મૃતક મહિલાનો ભાઈ ફરાર છે.
પોલીસે જણાવ્યું કે, મૃતક ગીતા દેવી અને તેનો પતિ પ્રતાપ સિંહ માતાવાળી ટેઢી બગિયામાં રહેતા હતા. બંને મજૂરી કરતા હતા. તેમને ત્રણ બાળકો પણ છે. દીકરી રોશનીના લગ્ન થઈ ગયા છે. મોટો દીકરો ભૂરો ૧૯ વર્ષનો છે. ગીતાના ઘરની સામે જ તેના ભાઈ રવિ પત્ની રોશની સાથે રહેતો હતો. રવિની પત્ની પોતાના ભાણેજ ભૂરાને વારંવાર ટોકતી રહેતી. ભૂરો પણ ઘરની સામે રહેલી મામીના ટચમાં આવી ગયો. બંને એકબીજાની નજીક આવી ગયા અને લગ્ન કરવાનો વિચાર માંડયો.
મામાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમના હોશ ઉડી ગયા. ૧૬ ફેબ્રુઆરીના રોજ મામી રોશની સાથે ઘરેથી ફરાર થઈ ગયો. લગભગ ૮ દિવસ બાદ ભૂરો વલ્લભગઢમાં મળ્યો હતો. પરિવાર તેને પાછો લઈ જવા માટે આવ્યા અને રોશની પણ બે દિવસ બાદ ઘરે આવી ગઈ.
પત્ની ઘરેથી ભાગી જતાં રવિ અને ગીતાના પરિવારમાં વિવાદ થઈ ગયો. પંચાયત પણ થઈ. પ્રતાપની બહેન એટલે કે ગીતા દેવીની નણંદ પણ પંચાયતમાં આવી. પંચાયતમાં બંને પક્ષ વચ્ચે ફરી વિવાદ થયો. ભૂરો અને રોશની પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. ત્યાં તેઓ એકબીજાને પ્રેમ કરતા હોવાની વાત સ્વીકારી. પ્રાપ્ત વિગતો અનુસાર, ૧ માર્ચના રોજ રોશની અને ભૂરાએ કોર્ટ મેરેજ કરી લીધા. કોર્ટ મેરેજ કરી લેતા બંનેના પરિવારમાં તણાવ વધી ગયો. આ બાજુ ગીતાની લાશ મળતા પતિ પ્રતાપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસને શંકા છે કે, રવિએ જ બહેનની હત્યા કરી છે. પ્રતાપનું કહેવું છે કે, ગીતા પોતાના ભાઈ રવિના ઘરે ગઈ હતી, ત્યાંથી પાછી આવી નથી.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
