News of Thursday, 6th March 2025
મારા ઘરે આવી જાઃ સિનિયર ડોક્ટરે નર્સને ઓફર આપી : મહિલાઓએ કેબિનમાં ઘુસીને ધોઈ નાખ્યો
મહીલાઓએ મેથીપાક આપ્યો

જયપુરમાં સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટયૂટની મહિલા કર્મચારીઓએ સિનિયર નર્સિંગ અધિકારી મહેશ ગુપ્તા સાથે મારપીટ કરી : મહિલાઓનો આરોપ છે કે, નર્સિંગ અધિકારી મહિલા કર્મચારીઓને ક્યારેક હોટલ તો ક્યારેક ફ્લેટમાં મળવા માટે બોલાવતો હતો
જયપુર, તા.૬: : રાજસ્થાનના જયપુરમાં સરકારી કેન્સર સંસ્થામાં એક વરિષ્ઠ નર્સિંગ અધિકારીને મહિલા કર્મચારીઓએ ઢસડીને કેબિનમાંથી બહાર કાઢયો અને તેને કથિત રીતે દુર્વ્યવહાર કબૂલ કરવાની માગ કરતો વીડિયો સામે આવી રહ્યો છે. જોકે અધિકારીએ વારંવાર આરોપને ફગાવતા દેખાઈ રહયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં ખૂબ જ શેર થઈ રહયો છે, લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, જયપુરમાં સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટયૂટની મહિલા કર્મચારીઓએ સિનિયર નર્સિંગ અધિકારી મહેશ ગુપ્તા સાથે મારપીટ કરી. મહિલાઓનો આરોપ છે કે, નર્સિંગ અધિકારી મહિલા કર્મચારીઓને ક્યારેક હોટલ તો ક્યારેક ફ્લેટમાં મળવા માટે બોલાવતો હતો.
વીડિયોની શરૂઆતમાં એક મહિલા સુરક્ષાકર્મી ગુપ્તાનો કોલર પકડીને ઢસડીને કેબિનમાંથી બહાર કાઢતી દેખાઈ છે. જ્યારે અન્ય કર્મચારી તેને ધક્કો આપે છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે, એક મહિલાને એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘બધા સાથે દુર્વ્યવહાર કરો છો.' તો વળી ગુપ્તા મહિલાઓને કહી રહયો છે કે ‘છોડો મને, છોડો મને...'
આ ઘટનામાં એક અન્ય મહિલાએ દાવો કર્યો હતો કે, ગુપ્તાએ તમામ હદ પાર કરી દીધી છે. તેમનો આરોપ છે કે, તે કેટલીય મહિલા કર્મચારીઓ સાથે અયોગ્ય વ્યવહાર કરી રહ્યો છે. વીડિયોના અંતમાં મહિલા સુરક્ષાકર્મી બીજાને આ રેકોર્ડ કરવા અને મહિલાઓની સામે કથિત અભદ્ર ઑફરને ઉજાગર કરવા માટે કહી રહયા છે.
મહિલા કર્મચારી કહે છે કે, ‘‘જો તેની ભૂખ કોઈ મિટાવે નહીં તો તે કહે છે કે રૂમમાં ચાલ નહીં તો નોકરીમાંથી હટાવી દઈશ.'' ત્યારબાદ મહિલાઓ તેને થપ્પડ મારે છે. જેનો વિરોધ ગુપ્તા કરે છે. આ અંગે તે બાળકોની કસમ પણ ખાય છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
