<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાહુલ ગાંધી પર ૨૦૦ રૂપિયાનો દંડઃ સાવરકર મામલે રજૂ ન થવા પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

અરજીકર્તા નૃપેન્‍દ્ર પાંડેએ જણાવ્‍યુ કે વારંવાર સમન મોકલવા છતા હાજર ન થયા

નવી દિલ્‍હી, તા.૬: વીર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્‍પણી કરવાના કેસમાં હાજરીમાંથી મુક્‍તિ માટે અરજી કરવા બદલ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. ઉપરાંત, એમપી એમએલએ કોર્ટના સ્‍પેશિયલ એસીજેએમ આલોક વર્માએ કેસની સુનાવણી માટે ૧૪ એ-લિની તારીખ નક્કી કરી છે.

આ પહેલા રાહુલ ગાંધી વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં તેમને હાજરીમાંથી મુક્‍તિ આપવાની અને કેસની સુનાવણી આગળ વધારવાની માંગ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્‍યું છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે. એક વિદેશી પ્રતિનિધિમંડળ ૫ માર્ચે તેમને મળવા માંગે છે. આવી સ્‍થિતિમાં, રાહુલ સુનાવણી માટે કોર્ટમાં હાજર રહી શકશે નહીં. આ અરજી પર વાદી નૃપેન્‍દ્ર પાંડે દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો. બંને પક્ષોને સાંભળ્‍યા બાદ, કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્‍વીકારી અને તેમના પર ૨૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો.

ઉલ્લેખનીય છે કે વાદી નૃપેન્‍દ્ર પાંડેએ આરોપ લગાવ્‍યો છે કે રાહુલ ગાંધીએ ૧૭ નવેમ્‍બર ૨૦૨૨ ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં ભારત જોડો પદયાત્રા દરમિયાન જાહેર મંચ પરથી વીર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્‍પણી કરી હતી જેથી દુશ્‍મનાવટ ઊભી થાય. એટલું જ નહીં, રાહુલે દેશના તમામ સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કર્યું છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર બ્રિટિશ પેન્‍શનર, નોકર, મદદગાર અને તેમની મુક્‍તિ માટે માફી માંગનાર વ્‍યક્‍તિ કહીને અનેક આરોપો લગાવ્‍યા છે.

(11:38 AM IST)