તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 6th March 2025
જાણીતા કવિ કુમાર વિશ્વાસની દીકરી અને જમાઈને આશિર્વાદ આપવા પહોંચ્યા વડાપધાન મોદી
પીએમ મોદીથી લઈને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓથી લઈને અનેક કવિઓ અને કલાકારોએ પણ હાજરી આપી

નવી દિલ્હી :જાણીતા કવિ કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાએ હાલમાં પવિત્ર ખંડેલવાલ સાતે લગ્ન કર્યા હતા. લગ્નના 3 દિવસ બાદ દિલ્હીમાં તેનું ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદીથી લઈને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓથી લઈને અનેક કવિઓ અને કલાકારોએ પણ હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કવિ કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાને આશિર્વાદ આપવા માટે તેમના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. કવિ કુમાર વિશ્વાસે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન જય શ્રી રામના નારા પણ ગુંજ્યા હતા. સાથે જ અમિત શાહે પણ અગ્રતાના રિસેપ્શનમાં હાજરી આપી હતી.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, ઉત્તરાખંડના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સહિત અલીગઢના સાંસદ સતીશ કુમાર ગૌતમ પણ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા. ખાસ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ આ પ્રસંગે હાજરી પુરાવી હતી. અનેક ભાજપા નેતાઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. દિલ્હીના નવા મુખ્યંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહ્યા હતા.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
