<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

આયુષમાન કાર્ડ સિવાય પણ મળી શકે છે સસ્‍તી અને મફત સારવાર

મધ્‍યમ વર્ગ માટે છે આ વિકલ્‍પ

નવી દિલ્‍હીઃ ભારત સરકાર ગરીબોની સારવાર માટે આયુષમાન ભારત યોજના ચલાવે છે. પણ શું તમે જાણો છો, આયુષમાન યોજના સિવાય પણ દેશમાં એવી ઘણી યોજનાઓ છે, જેના હેઠળ મફત સારવાર મળી શકે છે.

દેશમાં એવા લોકો માટે ઘણી બધી આરોગ્‍ય યોજનાઓ ચાલે છે જે ગરીબ અથવા આર્થિક રીતે નબળા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે પણ સરકાર ઘણાં પ્રકારની મેડીકલ યોજનાઓ ચલાવે છે.

આયુષમાન ભારત ઉપરાંત, સરકાર મુખ્‍યમંત્રી આરોગ્‍ય વિમા યોજના ચલાવે છે, જે અલગ અલગ રાજયોમાં ચાલી રહી છે. તેમાં દરેક રાજયની સરકાર ગરીબ અને જરૂરીયાત વાળા લોકો માટે મફત અથવા સસ્‍તી સારવાર ઉપલબ્‍ધ કરાવે છે.

સીજીએચએસ યોજના સરકારી કર્મચારીઓ માટે છે, તેમાં કેન્‍દ્ર સરકારના કર્મચારી, તેમનો પરીવાર અને પેન્‍શનરો આ યોજના હેઠળ સસ્‍તી અથવા મફત સારવારનો લાભ લઇ શકે છે. આરબીએસકે યોજના હેઠળ બાળકો માટે મફત સારવાર મળે છે. આ યોજનામાં જન્‍મથી ૧૮ વર્ષના બાળકોને ગંભીર બીમારીઓની મફત સારવાર મળે છે.

ઇએસઆઇસી યોજના પ્રાયવેટ નોકરી કરતા લોકો માટે છે. તેમાં જો કોઇ કર્મચારી કંપની કે ફેકટરીમાં કામ કરતો હોય અને તેનો પગાર ર૧૦૦૦થી ઓછો હોય તો તેને મફત સારવાર અને દવાઓ મળે છે.

આ સિવાય મફત સારવાર માટે સરકારી હોસ્‍પિટલ સૌથી સારો વિકલ્‍પ છે. જો કોઇ પણ યોજનામાં તમારૂ નામ ના હોય તો પણ સરકારી હોસ્‍પિટલોમાં સારવાર મફત અથવા સાવ સસ્‍તામાં થઇ શકે છે. (૩પ.૧૧)

(4:26 PM IST)