News of Thursday, 6th March 2025
ભારતમાં સતત વધી રહયું છે સ્વાઇન ફલુનું જોખમ

નવી દિલ્હીઃ ભારતમાં સ્વાઇન ફલુ વાયરસનો ઝડપથી વધી રહયો છે. નવા આંકડાઓ અનુસાર, વર્ષ ર૦ર૪ ના ડીસેમ્બર સુધી દેશમાં કુલ ર૦ હજારથી પણ વધારે કેસ હતા, જયારે ૩૪૭ ના મોત થયા હતા. ભારતમાં વિભીન્ન રાજયોમાં તેના કેસો જવા મળ્યા છે.
કેરળમાં ર૮૪૬, તમિલનાડુમાં ૧૭૭૭, મહારાષ્ટ્રમાં ર૦ર૭, ગુજરાતમાં ૧૭૧૧ અને રાજસ્થાનમાં ૧૧૪૯ કેસોની પુષ્ટિ થઇ છે. આગામી સમયમાં કેસોની સંખ્યા ઝડપથી વધી શકે છે. એટલે તેના લક્ષણો અને બચવાના ઉપાયો જાણવા જરૂરી છે. માહિતી માટે જણાવી દઇએ કે ભારતમાં સ્વાઇન ફલુના કેસો જાન્યુઆરી અને માર્ચમાં બહુ ઝડપથી વધે છે. તો ઓગસ્ટ અને ઓકટોબરમાં પણ તેના કેસો વધી જાય છે.
સ્વાઇનફલુના મુખ્ય પાંચ લક્ષણો
તાવઃ ઠંડી લાગવી, પરસેવો પણ આવી શકે છે. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સ્વાઇન ફલુના દરેક દર્દીને તાવ આવે જ એ જરૂરી નથી
ઉધરસઃ સતત ઉધરસ સ્વાઇન ફલુના વધુ એક સામાન્ય લક્ષણ છે. સુકી ઉધરસ પણ હોઇ શકે છે તો કેટલાક લોકોને ઉધરસમાં કફ પણ નીકળે છે. કળતરઃ સ્વાઇનફલુથી શરીરમાં ગંભીર કળતર, સ્નાયુઓ અને સાંધામાં દુઃખાવો થઇ શકે છે. આ લક્ષણો સીઝનલ ફલુ જેવા જ હોય છે.માથુ દુખવું: સ્વાઇન ફલુના કેટલાક દર્દીઓને માથુ દુઃખે છે જે હળવાથી લઇને ગંભીર પણ હોઇ શકે છે. થાકઃ સ્વાઇનફલુ વધારે પડતા થાક અને નબળાઇનું કારણ બની શકે છે. દર્દી ઘણીવાર પોતાને થાકેલો અનુભવે છે અને થાક એટલો વધી શકે છે કે તેની લાઇફ સ્ટાઇલને પણ અસર કરી શકે છે. સ્વાઇનફલુ મટયા પછી પણ કેટલાક અઠવાડીયા સુધી થાકનો અનુભવ થતો રહે છે.
શ્વાસની બિમારીના લક્ષણોઃ
સ્વાઇનફલુ મુખ્ય રૂપે શ્વસન તંત્રને અસર કરે છે. દર્દીઓને શ્વસન લક્ષણો જેમ કે નાક વહેવુ અથવા જામી જવું, છીંકો અથવા શ્વાસની તકલીફનો અનુભવ થઇ શકે છે. કેટલાકને છાતમાં દુખાવો પણ થાય છે. સ્વાઇનફલુમાં શ્વસન નળીમાં ઇન્ફેકશન સામાન્ય વાત છે. તમને લાગે કે આ સામાન્ય શરદી-ઉધરસ અથવા ફલુ છે પણ તે સ્વાઇનફલુ હોઇ શકે છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
