<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જુઓ આજ સુધીના મહત્વના સમાચારો ઉડતી નજરે..

* મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લાના ડબલ્યુસીએલની છતરપુર-1 કોલસાની ખાણમાં એક ભાગનો સ્લેબ તૂટી પડવાથી અનેક શ્રમિક દટાયા. ત્રણ શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા 

 

* ગૂગલ બ્રાઉઝર – સર્ચમાં માહિતીને વધુ ઓર્ગેનાઈઝ કરવા માટે હવે એઆઈ મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરમાં જેમિની ૨.૦ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિઝલ્ટને વાતચીતની જેમ દેખાડવામાં આવશે, જેથી યૂઝર ફરી એ વિશે સવાલ કરી શકે. લોકો હવે  ગૂગલ સર્ચ પર ખૂબ જ સરળતાથી કોઈ પણ વસ્તુ શોધી શકે છે 

 

* કોલેજિયમ દ્વારા કોલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.

 

* "ગીફ્ટ" સિટી આધારિત ભંડોળમાં એનઆરઆઈ રોકાણ ₹૬૦૯૯૮ કરોડને વટાવી ગયું છે 

 

* ઓએનજીસી ના ચેરમેન અરુણ કુમાર સિંહ ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ નિવૃત્ત થતા હોય પી.ઈ.એસ.બી.એ ચેરમેન પદ માટે જાહેરાત બહાર પાડી છે 

 

* કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ભારતમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ માટે નબળી રોડ ડિઝાઇન અને ખામીયુક્ત ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડી.પી.આર.)ને જવાબદાર ઠેરવ્યા છે 

 

* ઇન્ફોસિસે તેના કર્મચારીઓને ૧૦ માર્ચથી ઓફિસમાંથી મહિનામાં ૧૦ દિવસ કામ કરવાનો આદેશ આપ્યો છે

(9:57 PM IST)