<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

લંડનમાં જયશંકરની સુરક્ષામાં ભંગ બાબતે ભારતનું આકરું વલણ : બ્રિટને કહ્યું- આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય

બ્રિટને કહ્યું કે ડરાવવા, ધમકાવવા અથવા જાહેર કાર્યક્રમોમાં વિક્ષેપ પાડવાના આવા પ્રયાસો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે

ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ દ્વારા લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાનો ભંગ કરીને તેમના કાફલા તરફ આગળ વધવાની ઘટનાની બ્રિટને સખત નિંદા કરી છે. આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા બ્રિટને કહ્યું કે ડરાવવા, ધમકાવવા અથવા જાહેર કાર્યક્રમોમાં વિક્ષેપ પાડવાના આવા પ્રયાસો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સુરક્ષા ભંગની આ ઘટના બુધવારે લંડનના ચેવેનિંગ હાઉસ ખાતે બની હતી. જ્યા એક ખાલિસ્તાની સમર્થક સૂત્રોચ્ચાર કરી ખાલીસ્તાની ઝંડા સાથે સુરક્ષા ઘેરો તોડીને જયશંકર તરફ આગળ વધ્યો હતો.

(10:34 PM IST)