<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

સવાશેર સૂંઠ ખાધી હોય તો જ પરણવા આવજોઃ પ્રેમિકાનું બીજે ગોઠવાઈ જતાં પ્રેમીનો પિત્તો ગયો, વરરાજાના ગામમાં જઈ ધણધણાટી બોલાવી

યુવકે ઉત્તર પ્રદેશમાં એક વરરાજાને અલગ જ અંદાજમાં ધમકી આપી

ભિંડ, તા.૭: પ્રેમ ન તો ધર્મ જુએ છે ન કોઈ ઉંમર, પણ આ જ પ્રેમ જો કોઈના પર સવાર થઈ જાય તો ગુનાહનું રૂપ ધારણ કરી લે છે. આવો જ એક કિસ્‍સો મધ્‍યપ્રદેશના ભિંડમાંથી સામે આવ્‍યો છે. તમે ઘણી વાર સાંભળ્‍યું હશે કે માથાફરેલ આશિક દ્વારા લગ્નમાં હોબાળો મચાવતા સમાચાર જોયા હશે. પણ એક યુવકે ઉત્તર પ્રદેશમાં એક વરરાજાને અલગ જ અંદાજમાં ધમકી આપી દીધી. તેણે પત્રિકાઓ વહેંચીને વરરાજાને ગોળી મારવાની ધમકી આપી દીધી. તેનાથી જાનૈયા અને માંડવિયાના પરિવારમાં ફફડાટ બેસી ગયો.

આગરા જિલ્લામાં એક વરરાજાને જાન પરણવા જાય તેના બે દિવસ પહેલા ધમકી મળી. વરરાજો બાસૌની ગામનો રહેવાસી છે. બાઈકથી આવેલા બે યુવકોએ વરરાજાના ગામમાં પત્રિકાઓ ફેંકી દીધી. આ પત્રિકાઓમાં ધમકી લખેલી હતી. દુલ્‍હનના નામ સાથે લખ્‍યું હતું કે, ‘ઁભિંડમાં જાન લઈને આવતા નહીં. જો જાન આવી તો મજબૂરીમાં વરરાજાને ગોળી મારવી પડશે.'

કહેવાયું છે કે, બાસૌની વિસ્‍તારના યુવકનો સંબંધ ભિંડની યુવતી સાથે નક્કી થયો હતો. ૨૫ ફેબ્રુઆરીના રોજ લગ્નોત્‍સવ અને જમણવાર થઈ ગયો હતો. ૫ માર્ચના રોજ ભિંડમાં જાન જવાની હતી. આ અગાઉ સોમવારે બાઈક સવાર બે યુવકો વરરાજાના ગામમાં આવ્‍યા. અહીં આ બાઈક સવારોએ ઠેર ઠેર પત્રિકાઓ ફેંકી, જેના પર દુલ્‍હનનું નામ લખેલું હતું. તેની સાથે ધમકી લખી હતી કે, ભિંડમાં જાન લઈને આવતા નહીં નહીંતર વરરાજાને ગોળી મારી દઈશું.

આ પ્રકારની ધમકી મળ્‍યા બાદ વરરાજાના પક્ષના લોકોએ દુલ્‍હનના પરિવાર સાથે વાત કરી. તેની જાણકારી મળતા દુલ્‍હનના પરિવારના લોકોમાં પણ ડરનો માહોલ છે. જો કે આ લોકોએ સ્‍પષ્ટ કહયું કે, ‘તમે જાન લઈને આવો.' તેથી દુલ્‍હન પક્ષ સાથે વાત કર્યા બાદ વરરાજાના પરિવારને પણ હિંમત આવી. તેમનું કહેવું છે કે વાત હવે ઈજ્જતની છે, જાન લઈને જરૂરથી જઈશું.

આ ઘટના બાદ પરિવારે આ અંગે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તરત તપાસ કરી અને ધારા ૧૫૧ અંતર્ગત એક યુવકને દબોચી લીધો અને જેલમાં મોકલી દીધો. પોલીસની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયાં હતા.(૨૩.૫)

(10:35 AM IST)