તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
લગ્ન મંડપમાં મહેમાનોની સામે જ વર અને વધુ અચાનક સ્ટેજ પર ઝઘડવા લાગ્યા..પરંતુ કેમ? વિડિયો વાયરલ
સ્ટેજ પર અચાનક દુલ્હેરાજાને આ શું થઈ ગયું? દુલ્હને સટાક દઈને ચોડી દીધો લાફો

નવી દિલ્હી,તા.૭: સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે જેમાં દુલ્હા દુલ્હનના પણ મજેદાર વીડિયો જોવા મળતા હોય છે. અહીં એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોતા જ તમે દંગ રહી જશો. આ વીડિયો એક લગ્ન સમારોહનો લાગે છે જેમાં દુલ્હન અને દુલ્હેરાજા સ્ટેજ પર છે અને આ દરમિયાન બંને વચ્ચે અચાનક ભયંકર લડાઈ જામી જાય છે. એકબીજાને લાફા મારવા લાગે છે.
વાત કઈક એવી છે કે વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હેરાજા પોતાની દુલ્હનને વરમાળા પહેરાવવા દરમિયાન મીઠાઈ ખવડાવવા માટે નજીક આવે છે પરંતુ દુલ્હનનો મૂડ કઈક ખરાબ લાગે છે અને તે મીઠાઈ ખાવાની ના પાડી દે છે. દુલ્હેરાજા બળજબરી કરવાની કોશિશ કરે છે પરંતુ દુલ્હન ગુસ્સે ભરાઈ જાય છે. પછી તો જે થયું...દુલ્હને દુલ્હેરાજાને લાફા મારવા માંડ્યા. દુલ્હને લાફા મારતા દુલ્હેરાજા પણ ગુસ્સે ભરાયા અને પછી તો તે પણ શરૂ થઈ ગયા. બંને વચ્ચે જોરદાર લડાઈ જામી. આ જોઈને મહેમાનો પણ દંગ રહી ગયા. કેટલાક લોકો સ્ટેજ પર આવીને ઝઘડો શાંત કરવાની કોશિશ કરતા જોવા મળે છે પરંતુ કોશિશ નિષ્ફળ જણાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને વચ્ચે લડાઈ વધી રહી હતી. આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે આ બધુ ખરેખર થઈ રહ્યું છે કે પછી કોઈ મજાકનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો હાલનો નહીં પરંતુ થોડો જૂનો છે. આ વીડિયો @gharkekalesh નામના એક્સ હેન્ડલ પર શેર કરાયો છે. શેર કરતાની સાથે જ તે ગણતરીની પળોમાં વાયરલ થઈ ગયો. આ વીડિયો જોઈને કેટલાક યૂઝર્સનું કહેવું છે કે આ વીડિયો એક મજાક કે પ્રેંક હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર જાત જાતની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો આ ઘટનાને અસલ માને છે તો કેટલાક લોકો ફક્ત મજાક કે પ્રેંક માની રહ્યા છે. આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પર સતત શેર થઈ રહ્યો છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
