<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લાવશે IPO :સરકાર 100 ટકા હિસ્સેદારીમાંથી કેટલોક ભાગ વેચશે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે અત્યાર સુધી 11.2 કરોડ ખાતા ખોલ્યા 2024 માં જ 2.68 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા, જેમાં મહિલાઓની હિસ્સેદારી 59 ટકા

મુંબઈ :ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ટુંક સમયમાં માર્કેટમાં તેમનો આઈપીઓ લઈને આવી શકે છે. તેનું કારણ છે કે હવે તે પબ્લિક થવા જઈ રહી છે અને સ્મોલ ફાઈનાન્સ બેંક બનતાની સાથે જ તે સરકાર તેની 100 ટકા હિસ્સેદારીમાંથી કેટલોક ભાગ વેચશે. આ બેંકને માર્ચ 2026 સુધી પબ્લિક કરવાનો પ્લાન છે. જેની કરીને કંપની તેની સેવાઓનો વિસ્તાર કરી શકે.

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે અત્યાર સુધી 11.2 કરોડ ખાતા ખોલ્યા છે. 2024 માં જ 2.68 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા, જેમાં મહિલાઓની હિસ્સેદારી 59 ટકા છે. જેમાંથી લગભગ 3/4 ગ્રામીણ વિસ્તારમાંથી છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું કે તેમનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે. 2026 સુધી અમારી પાસે 13-14 કરોડ ખાતા સંખ્યા થઈ જશે, આવી સ્થિતિમાં અમે હવે સ્મોલ ફાયનાન્સ બેંક બનવા માંગીએ છીએ. જેનાથી અમે અમારી સેવાઓનો વિસ્તાર કરી શકીએ.

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પોસ્ટ વિભાગ દ્વારા બનાવાયેલ પેમેન્ટસ બેંક છે. જેમાં સરકારની 100 ટકા હિસ્સેદારી છે. આ બેંક હવે પબ્લિક થવા જઈ રહી છે. જેથી તે ભવિષ્યમાં સ્મોલ ફાઈનાન્સ બેંક બની શકે. જો કે આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લાઈસન્સ લેવું જરુરી છે. આરબીઆઈની નિયમો અનુસાર કોઈ પેમેન્ટસ બેંકની નેટવર્થ 500 કરોડ થયા બાદ તેણે 3 વર્ષની અંદર પબ્લિક કરવી પડે છે.

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બચત અને ચાલુ ખાતું ખોલે છે. તે સરકારી યોજનાઓના પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર કરે છે અને થર્ડ પાર્ટી દ્વારા ક્રેડિટની સુવિધા પણ આપે છે. હાલ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પાસે 1 બ્રાન્ચ અને 649 બેકિંગ આઉટલેટ છે. જ્યારે દરેક પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક તેના બિઝનેસ એજન્ટની જેમ કામ કરે છે. મહત્વનું એ પણ છે કે તે ગરીબો, શ્રમિકો, નાના વેપારીઓ અને ગ્રામીણ વિસ્તારો સુધી બેકિંગ સેવાઓ પહોંચાડે છે. તેઓ બચત ખાતું ખોલવાની અને પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. પરંતુ તેઓ 2 લાખથી વધારે પૈસા જમા નથી કરી શકતા અને લોન પણ આપી શકતા નથી.

(2:08 PM IST)