તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
પવનનું જોર ઓછુ થશે હિમાલયમાં બરફવર્ષા, વરસાદઃ મહારાષ્ટ્રમાં ગરમીનું મોજ

નવિ દિલ્હી : ઉત્તર અને પૂર્વ ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં ફૂંકાતા પવનની ઝડપ હવે ઓછી થશે. ૯ માર્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો પર ટકરાશે. ૧૦ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન પર્વતોમાં સતત વરસાદ અને હિમવર્ષા થશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ ૧૨ કે ૧૩ માર્ચથી વરસાદ પડી શકે છે. તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ૧૨ માર્ચથી વરસાદની ગતિવિધિઓ ફરી વધશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
