તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ફેબ્રુઆરીમાં ઓટોમોબાઇલ રિટેઇલ વેચાણમાં ૭% ઘટાડો
ફાડાએ ધીમી માંગને ગણાવ્યું મુખ્ય કારણ

નવી દિલ્હીઃ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસીએશન PADAએ જણાવ્યું હતું કે ઘટતી માંગ વચ્ચે ફેબ્રુઆરીમાં ઓટોમોબાઇલ રિટેલ વચાણની તમામ શ્રેણીઓ, પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર્સના વેચાણમાં ૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એકંદર છૂટક વેચાણ ગયા મહિને ૧૮,૯૦,૧૯૬ યુનિટ થયું હતું. જે ગયા વર્ષના જે તે સમયગાળાના ૨૦,૪૬,૩૩૮ યુનિટ કરતા ૭ ટકા ઓછું છે. ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસીએશન (ફાડા)ના પ્રમુખ સી.એસ.વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે પેસેન્જર વિહકલનું રીટેઇલ વેચાણ વાર્ષિક ધોરણે ૧૦ ટકા ઘટીને ૨,૦૩,૩૯૭ યુનિટ થયું છે. જ્યારે ફેબ્રુઆરીમાં ટુ વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે ૬% ઘટીને ૧૩,૫૩,૨૮૦ યુનિટ થયું હતું. (૪૦.૧૮)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
