<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

અદાણી ફાઉન્‍ડેશન દ્વારા ૧ હજાર લખપતિ દીદીઓનું સન્‍માન

નવી દિલ્‍હીઃ ૮ માર્ચ ના રોજ આવનાર આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ પહેલા, અદાણી ફાઉન્‍ડેશને ગુજરાતના કચ્‍છના મુન્‍દ્રામાં એક કાર્યક્રમમાં ૧૦૦૦ થી વધારે લખપતિ દીદીઓનું સન્‍માન કર્યુ હતું. ફાઉન્‍ડેશન મહિલાઓને સશકત કરવા અને તેમને આત્‍મનિર્ભર બનાવવા માટે કચ્‍છ અને તેની બહાર અધીક કામ કરી રહયું છે. તેમને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પુરૂ પાડીને તથા તેમને કૌશલ્‍ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાની તકો પુરી પાડીને, તેમની સામાજીક-આર્થિક પરિસ્‍થિતીઓને સુધારવા અને તેમની નાણાંકીય સ્‍વતંત્રતાને પ્રોત્‍સાહન આપવા માટે અદાણી ફાઉન્‍ડેશન કટીબધ્‍ધ છે.

ફાઉન્‍ડેશનને અદાણી સોલર ખાતે કામ કરતી ૬૧૪ થી વધુ મહિલાઓની સામુહિક પ્રતિભાની ઉજવણી પણ કરી હતી. આ ઉપરાંત ૮પ૦ થી વધારે મહિલાઓને તેમની ઉદ્યોગ સાહસ્‍કિતાના કૌશલ્‍યોને વધારીને આત્‍મનિર્ભર બનવા માટે પણ ટેકો આપ્‍યો છે.

આ પ્રસંગે ગ્રામીણ વિકાસ કમિશ્‍નર અને ગુજરાત સરકારના સચિવ મનીષા ચંદ્રા(આઇએએસ) એ પોતાની શુભેચ્‍છા પાઠવી હતી. પોતાના રેકોર્ડડ વીડીયો સંદેશમાં તેમણે એક સમાવિષ્‍ટ કાર્યબળ બનાવવા માટે ફાઉન્‍ડેશનની પ્રતિબધ્‍ધતાને બિરદાવતા કહયું, ‘‘મહિલાઓને ઘરેડ તોડતી અને આર્થિક રીતે સ્‍વતંત્ર બનાવી જોવી એ ખુબ જ ગર્વની વાત છે. આવી પહેલ મહિલાઓને પાયાના સ્‍તરે ઉત્તેજન આપે છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.

(4:41 PM IST)