તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનને રાજ્યમાં તમિલમાં એન્જિનિયરિંગ અને મેડિકલ શિક્ષણ શરૂ કરવા કહ્યું
તમિલનાડુની સંસ્કૃતિએ ભારતના સાંસ્કૃતિક પ્રવાહને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, "વહીવટી સુધારણા હોય, આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરવી હોય, શિક્ષણ હોય કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા હોય, તમિલનાડુએ દરેક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવી : અમિતભાઈ શાહ

નવી દિલ્હી તા.૭ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શુક્રવારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને રાજ્યમાં તમિલમાં એન્જિનિયરિંગ અને મેડિકલ શિક્ષણ શરૂ કરવા કહ્યું. ભાષાના મુદ્દા પર, ખાસ કરીને સ્ટાલિનના હિન્દીના વિરોધ પર મુખ્ય પ્રધાનને આડે હાથ લેતા, શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ફેરફારો કર્યા છે અને હવે એ સુનિશ્ચિત કર્યું છે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ઉમેદવારો તેમની સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપી શકે છે.
ચેન્નઈથી લગભગ 70 કિલોમીટર દૂર રાનીપેટમાં RTC થકોલમ ખાતે CISFના 56મા સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગૃહ મંત્રીએ કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે પરીક્ષામાં ઉત્તરવહી પણ તમિલમાં લખી શકાય." તેમણે કહ્યું, "હું તમિલનાડુના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તમિલ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલ શિક્ષણ શરૂ કરો."
'તમિલનાડુએ દરેક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવી છે'
તેમણે કહ્યું કે તમિલનાડુની સંસ્કૃતિએ ભારતના સાંસ્કૃતિક પ્રવાહને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શાહે કહ્યું, "વહીવટી સુધારણા હોય, આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરવી હોય, શિક્ષણ હોય કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા હોય, તમિલનાડુએ દરેક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવી છે."
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
