<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ટ્રમ્‍પ વધુ એક મોટા ધડાકાની તૈયારીમાં : ક્‍યા રાષ્‍ટ્રો હડફેટે ચડશે?

નવી દિલ્‍હી  :  અમેરિકાના રાષ્‍ટ્ર ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ટેરિફ વોર બાદ હવે તેમણે આગામી સપ્તાહથી પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન સહિત ઘણા દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ પ્રતિબંધ અમેરિકાની સુરક્ષા અને જોખમોને ધ્‍યાનમાં રાખી લેવામાં આવ્‍યો હોવાનું જણાવ્‍યું છે.

આ નવો પ્રતિબંધ અમેરિકામાં શરણાર્થીઓ અને સ્‍પેશિયલ ઈમિગ્રન્‍ટ્‍સ તરીકે વસવાટ કરવાની મંજૂરી ધરાવતા હજારો અફઘાનીઓ પર માઠી અસર કરી શકે છે. અમેરિકામાં પ્રવેશ માટે પ્રતિબંધિત દેશોની યાદીમાં અફઘાનિસ્‍તાન, પાકિસ્‍તાન સહિત અન્‍ય ઘણા દેશો સમાવિષ્ટ હોવાનું સૂત્રોએ જણાવ્‍યું છે.

 ટ્રમ્‍પે અગાઉ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ૨૦૧૮માં સાત મુસ્‍લિમ દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્‍ટ્રી જાહેર કરી હતી. જો કે, બાદમાં બાઈડેને ૨૦૨૧માં આ પ્રતિબંધ દૂર કરતાં કહ્યું હતું કે, ‘આ પ્રતિબંધ અમારા દેશની અંતરાત્‍મા પર એક ધબ્‍બા સમાન છે.'

 ડોનાલ્‍ડ ટ્રમ્‍પના નવા ટ્રાવેલ પ્રતિબંધના અહેવાલને ધ્‍યાનમાં લેતાં પોતાના પ્રથમ કાર્યકાળમાં મૂકેલા ટ્રાવેલ પ્રતિબંધને બીજા કાર્યકાળમાં પણ લાગુ કરે તેવી શકયતાઓ વધી છે. અગાઉ ઈરાન, ઈરાક, લીબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા, યમનના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ નિષેધ કરાયો હતો. સૂત્રો અનુસાર, પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન ઉપરાંત અન્‍ય દેશો પર પણ ટ્રમ્‍પ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્‍પ પ્રશાસન દેશની સુરક્ષા અને જોખમની સમીક્ષાના આધારે ટ્રાવેલ બેન લાગુ કરવા દેશોની યાદી તૈયાર કરી રહ્યું છે.

(4:41 PM IST)