News of Friday, 7th March 2025
શ્રમિકોને દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન :જાણો યોજનાનો લાભ લેવા કઈ રીતે કરવી અરજી
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ માત્ર 55 રૂપિયા આપીને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન

નવી દિલ્હી :ભારત સરકાર દેશના લોકોમાં ઘણી બધી યોજના ચલાવે છે. સરકારની આ યોજનાઓનો લાભ દેશના કરોડો લોકોને મળે છે. અલગ-અલગ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજનાઓ લઈને આવે છે. સરકાર જ્યાં લોકોને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવે છે, ત્યારે પેન્શન યોજના પણ ચલાવે છે. દેશમાં ઘણા લોકો એવા છે કે જેમને વૃધ્ધાવસ્થામાં કોઈ સહારો નથી
એવામાં લોકો માટે સરકારે એક ખૂબ જ સસ્તી પેન્શન શરૂ કરી છે. આ સ્કીમમાં માત્ર 55 રૂપિયા આપીને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન મળશે. શું છે આ સ્કીમ અને કયા લોકોને મળે છે આનો લાભ
ભારત સરકાર દેશના લોકો માટે અલગ-અલગ પ્રકારની યોજના છે. આનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. આ યોજના ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે છે. દેશમાં ઘણા બધા એવા અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો છે કે જેમને વૃધ્ધાવસ્થામાં સહારા માટે કશું જ નથી. આ લોકો માટે સરકારે 2019માં આ યોજનાને શરૂ કરી હતી. આ યોજનામાં માત્ર 55 રૂપિયા મંથલી કોન્ટ્રીબ્યુશનથી જ દર મહિને 3000 રૂપિયા સુધીની પેન્શન મળે છે.
ભારત સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે છે. આ યોજનામાં શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, રેહડી-પટરી વાળા, ઈંટના ભઠ્ઠા કામદારો, મોચી, કચરો ઉપાડનાર, ઘરકામ કરનારા, ધોબી, રિક્ષાચાલકો, ભૂમિહીન મજૂરો, કૃષિ મજૂરો, બાંધકામ કામદારો, બીડી કામદારો, હાથશાળ કામદારો, ચામડા કામદારો, ઓડિયો-વિજુઅલ કામદારો અથવા અન્ય સમાન વ્યવસાયોમાં કામ કરતા કામદારોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે યોજનામાં જેટલા રૂપિયા શ્રમિક તરફથી જમા કરવામાં આવે છે, તેટલા જ રૂપિયા સરકાર પણ જમા કરે છે. એટલે જો કોઈ શ્રમિક 200 રૂપિયા જમા કરે છે તો સરકાર પણ 200 રૂપિયા જમા કરે છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં 18 વર્ષની ઉંમરથી ઇન્વેસ્ટ શરૂ કરી શકાય છે. જો કોઈ 18 વર્ષની ઉંમરથી આમાં ઇન્વેસ્ટ કરે છે. તો તેને 55 રૂપિયા મંથલી જમા કરવાના રહેશે. 29 વર્ષની ઉંમરમાં 100 રૂપિયા જમા કરવાના રહેશે. ઇન્વેસ્ટના હિસાબે પેન્શન મળશે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
