<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં આવશે પલટો : અનેક રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદની ચેતવણી

અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ: અસમ, મેઘાલય, હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તટિય આંધ્રપ્રદેશ, કેરળ એન માહેમાં વરસાદ થયો

ઉત્તર ભારતમાં છેલ્લા 2 દિવસથી ચાલતી ઝડપીહવાઓ હવે ધીમી થઈ ગઈ છે. જોકે, હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જેના કારણે પહાડી રાજ્યોમાં વરસાદ પડશે. હવામાન વિભાગ અનુસાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 9-13 માર્ચ એટલે 5 દિવસો સુધી વરસાદ થશે.

છેલ્લા 24 કલાકના વાતાવરણની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થયો છે. આ સિવાય અસમ, મેઘાલય, હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તટિય આંધ્રપ્રદેશ, કેરળ એન માહેમાં વરસાદ થયો છે.  

 હવામાન વિભાગ અનુસાર, 9 માર્ચે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખમાં 9-13 માર્ચ, ઉત્તરાખંડમાં 10-13 માર્ચ, પંજાબમાં 12 અને 13 માર્ચે વરસાદ થશે. આ સિવાય અસમ, મેઘાલય, સિક્કિમમાં 7 અને 8 માર્ચ, નાગાલેન્ડમાં સાત માર્ચે વાવાઝોડા સાથે વરસાદ થવાનું એલર્ટ જારી કર્યું છે.

દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઇકલ, કેરળમાં 10 અને 11 માર્ચ, સાઉથ ઇન્ટિરિયર કર્ણાટકમાં 11 માર્ચે ભારે વરસાદ પડશે. ત્યારે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. ત્યારે પૂર્વી અને પશ્ચિમી ભારતમાં આગામી પાંચ દિવસોમાં પાંચ ડિગ્રી સુધી તાપમાન વધી જશે. કોંકણ, ગોવા, તટિય કર્ણાટકમાં 7  અને 8 માર્ચ, ગુજરાતમાં 9 થી 11 માર્ચ, કેરળ અને માહેમાં 7-9 માર્ચ, તટિય આંધ્ર પ્રદેશ, યનમમાં 8 માર્ચે હોટ એન્ડ હ્યુમીડિક વેધર રહેશે.

(10:39 PM IST)