News of Friday, 7th March 2025
હાથમાં પીએમ મોદી અને તેમની માતાનું સ્કેચ: પીએમને સામે જોઈને છોકરાની આંખમાંથી વહેવા લાગ્યા આંસુ
પ્રધાનમંત્રી મોદીએ સુરતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ દરમિયાન પીએમ મોદીને જોઈને એક છોકરો ખૂબ જ ભાવુક થઈ ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ દરમિયાન પીએમ મોદીને જોઈને એક છોકરો ખૂબ જ ભાવુક થઈ ગયો.
તેના હાથમાં પીએમ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેનનો સ્કેચ હતો. જ્યારે પીએમ મોદી ખુલ્લા વાહનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક છોકરાએ હાથ ઊંચો કરીને આ સ્કેચ બતાવ્યો, પીએમ મોદીએ પણ આ વાતની નોંધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નજીકથી જોતા છોકરાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પીએમ મોદીને જોઈને તેઓ અભિભૂત થઈ ગયા હતો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને છોકરાએ પણ હાથ જોડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેણે હાથમાં પકડેલું સ્કેચ કદાચ તેણે પોતે જ બનાવ્યું હશે.
પીએમ મોદીએ છોકરાનો સ્કેચ તેમને મોકલાવ્યો. આ સ્કેચ પર પીએમ મોદીએ છોકરાનું નામ પૂછ્યું, તેના પર સહી કરી અને એક નાનો સંદેશ પણ લખ્યો. આ હૃદયસ્પર્શી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
