News of Saturday, 8th March 2025
વ્હાઇટ હાઉસમાં કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી અને ટ્રમ્પના સલાહકાર એલોન મસ્ક વચ્ચે ભારે તડાફડી બોલી: અંતે ડ્રમ પે વચ્ચે પડી વિદેશ મંત્રી નો પક્ષ ખેંચી મામલો મામલો થાળે પાડ્યો

અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પની કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના અબજોપતિ સલાહકાર ઈલોન મસ્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાયેલ છે.
ટ્રમ્પ વહીવટીતંત્રમાં ફેલાઈ ગયેલા મતભેદો ખુલ્લા પડ્યા. આખરે ટ્રમ્પે પોતે જ દરમિયાનગીરી કરવી પડી, રુબિયોનો પક્ષ લઈ કહ્યું હતું કે તમે શાનદાર કામ કરો છો, આ પછી મામલો થાળે પાડ્યો હતો.
મસ્ક સરકારી ખર્ચમાં મોટા પાયે કાપ મૂકવાના પ્રબળ સમર્થક રહ્યા છે અને તેમણે રુબિયો પર તેમના વિભાગમાં પૂરતી છટણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. મસ્કે કટાક્ષમાં કહ્યું કે "તમે કોઈને કાઢી મૂક્યા નથી, વિદેશ મંત્રાલયને બિનજરૂરી રીતે મોટું બનાવી રાખ્યું છે".
રુબિયોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે અમારા વિભાગના ૧૫૦૦ કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે મસ્કને પૂછ્યું કે શું તમે આ લોકોને ફરીથી નોકરી પર રાખવા માંગો છો કે જેથી તેમને દેખાડા માટે કાઢી શકાય.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
