તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 8th March 2025
એક છોકરાને ત્રણ ગર્લફ્રેન્ડ હતી, ત્રીજી ગર્લફ્રેન્ડ ધર્મ બદલવા તૈયાર હતી; ઝેર આપીને
બોયફ્રેન્ડ અને તેની બે અન્ય ગર્લફ્રેન્ડ્સે ઝેર આપ્યું હતું

ચેન્નાઇ તા.૮: તમિલનાડુના સેલમ જિલ્લામાં હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં એક ૩૫ વર્ષીય મહિલાનો મળતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો. હવે પોલીસ કહે છે કે તેમણે પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાનો કેસ ઉકેલી લીધો છે. આ હત્યાને આત્મહત્યા જેવો દેખાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતકની ઓળખ લોગાનયાગી તરીકે થઈ છે, જેને તેના બોયફ્રેન્ડ અને તેની બે અન્ય ગર્લફ્રેન્ડ્સે ઝેર આપ્યું હતું. આ પછી, ત્રણેય જણાએ તેને ૩૦ ફૂટ ઊંડા ખાડામાં ફેંકી દીધો.
અહેવાલો અનુસાર, લોગાનયાગી એક ખાનગી કોચિંગ સેન્ટરમાં કામ કરતી હતી અને હોસ્ટેલ તેનું રહેઠાણ હતું. તે ૧ માર્ચથી ગુમ હતી. તેના ગુમ થયાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી. દરમિયાન, કોલ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે તેણીએ છેલ્લે ૨૨ વર્ષના અબ્દુલ અબીઝ નામના છોકરા સાથે વાત કરી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું કે લોગાનયાગી અબ્દુલ સાથે સંબંધમાં હતી અને ઘટનાના દિવસે તે યેરકાડમાં તેને મળવા ગઈ હતી. પોલીસને ખબર પડી કે શંકાસ્પદ અબ્દુલને પહેલાથી જ બે ગર્લફ્રેન્ડ હતી. પહેલી થાવિયા સુલતાના છે, જે એક IT કર્મચારી છે. બીજી, મોનિષા, ર્નસિંગની વિદ્યાર્થીની છે. આ ત્રણેયે મળીને લોગાનયાગીને મારવાનું કાવતરું ઘડ્યું હતું.
સંબંધ તોડી નાખવા માટે દબાણ કરવામાં આવ્યું
અબ્દુલની બંને ગર્લફ્રેન્ડોએ લોગાનયાગી પર તેની સાથેનો સંબંધ તોડી નાખવા દબાણ કર્યું. પણ, તે આ માટે તૈયાર નહોતી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લોગાનયાગીએ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો અને પોતાનું નામ બદલીને અલ્બિયા રાખવાનો નિર્ણય પણ લીધો હતો. પરંતુ, અબ્દુલ પહેલાથી જ થાવિયા અને મોનિષા સાથે સંબંધમાં હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યોજના મુજબ, ત્રણેયે ચર્ચાના બહાને લોગાનયાગીને યેરકાડ બોલાવ્યા. અહીં તેઓએ તેને ઝેરનું ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે તે તેની ઈજા મટાડવાની દવા છે. જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેઓએ તેને ખાડામાં ફેંકી દીધી. તેઓ આ ઘટનાને આત્મહત્યા જેવો દેખાડવા માંગતા હતા. તપાસ બાદ, યેરકૌડ પોલીસે અબ્દુલ, થાવિયા અને મોનિષાની ધરપકડ કરી છે.(૩૮.૭)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
