News of Saturday, 8th March 2025
યુવતીએ પહેલા ખૂબ દારુ પીધો, પછી વાયગ્રાની ગોળીઓ ખાધી બાદમાં મોત
મુંબઈનો હચમચાવી નાખતો કિસ્સો મળતકઃ પોતાના પ્રેમી સાથે લોજમાં આવી હતી. પણ થોડા જ કલાકોની અંદર તેનું મોત થઈ ગયું: યુવતીનો પ્રેમી ગાયબ

નવી મુંબઈ તા.૮: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં શિરાવણેમાં આવેલી એક લોજમાં ૨૯ વર્ષિય યુવતીની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થઈ ગયું. ગુરુવારે જ્યારે હોટલના કર્મચારીએ રૂમ ખોલ્યો તો યુવતીની લાશ ભયાનક સ્થિતિમાં પડેલી જોવા મળી. કહેવાય છે કે, મળતક પોતાના પ્રેમી સાથે લોજમાં આવી હતી. પણ થોડા જ કલાકોની અંદર તેનું મોત થઈ ગયું. ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના બાદ યુવતીનો પ્રેમી ગાયબ થઈ ગયો છે, જેના કારણે આ મામલો વધારે રહસ્યમય બની ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ગુમ થયેલા પ્રેમીને શોધવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મળતક યુવતીએ લોજમાં પહોંચ્યા બાદ ખૂબ દારૂ પીધો છે, આ ઉપરાંત કથિત રીતે તેણે યૌન ઉત્તેજના વધારતી દવાઓનું પણ સેવન કર્યું છે. પોલીસને શંકા છે કે, વધારે પડતો દારૂ અને આ ગોળીના કારણે તેનો જીવ ગયો છે. જોકે યુવતીના શરીર પર કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન નથી. જેના કારણે હાલમાં હત્યાની કોઈ આશંકા વ્યક્ત કરાઈ નથી. તેમ છતાં પોલીસ આ મામલાને દરેક એન્ગલથી ખંગાળી રહી છે, જેથી સચ્ચાઈ સામે આવી શકે.
આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે લોજમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળી રહી છે. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, યુવતીનો પ્રેમી ગુરુવાર સવારે લગભગ ૫ વાગ્યે હોટલથી બહાર જતા દેખાયો હતો. ત્યાર બાદ તે કયાં ગયો તેનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે પોલીસે લોજમાં આપેલા આધાર કાર્ડ પર તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે વ્યક્તિ ત્યાંથી ત્રણ પહેલા જ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ચૂકયો હતો. પ્રેમી ગુમ થતાં મામલો વધારે પેચીદો થઈ ગયો છે, જેના કારણે પોલીસ દરેક એન્ગલથી તપાસમાં લાગી ગઈ છે.
યુવતીની લાશનું પોસ્ટમોર્ટમ અને અન્ય તપાસ માટે મુંબઈના કાલિના ફોરેન્સિક સાયન્સ લેબ મોકલી દીધી છે. પોલીસને આશા છે કે, રિપોર્ટ આવ્યા બાદ મોતનું અસલી કારણ સાફ થઈ જશે. જોકે શરૂઆતી તપાસમાં એવો અંદાજો છે કે, વધારે માત્રામાં દારૂ અને દવાનું સેવન કરવાથી યુવતીનો જીવ ગયો છે. જ્યાં સુધી મેડિકલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી પોલીસ કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકશે નહીં.
આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે, યુવતી સાથે આવેલો પ્રેમી અચાનક કયાં ગાયબ થઈ ગયો? જો આ ખાલી એક દુર્ઘટના જ હોય તો તે વ્યક્તિ પોલીસ સામે કેમ ન આવ્યો? શું પ્રેમીને પહેલાથી આવું કંઈક થવાનું છે, તેની જાણ હતી કે પછી કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે. આ તમામ સવાલોના જવાબ મળવાના હજુ બાકી છે. હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.(૩૮.૫)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
