<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

કર્ણાટકમાં હેવાનિયત :ઇઝરાયેલી પ્રવાસી અને હોમસ્ટેના માલિક સાથે સામૂહિક બળાત્કાર :સાથીદારની હત્યા

કર્ણાટકમાં ત્રણ પુરુષોએ બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કર્યો: 27 વર્ષીય ઈઝરાયેલ પ્રવાસી અને હોમસ્ટે ઓપરેટર ત્રણ પ્રવાસીઓ સાથે ટેક હબ કોપ્પલમાં નહેરના શાંત કિનારે તારાઓને જોઈ રહી હતી ત્યારે હેવાનિયત આચરી .

બેંગ્લુરુ :ગુરુવારે રાત્રે કર્ણાટકમાં દેશને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં ત્રણ શખ્સોએ કથિત રીતે બે મહિલાઓ સાથે ગેંગરેપ કર્યો હતો. જેમાં 27 વર્ષીય ઈઝરાયેલ પ્રવાસી અને હોમસ્ટે ઓપરેટરનો સમાવેશ થાય છે. 

આ ઘટના ત્યારે બની જ્યારે તે અન્ય ત્રણ પ્રવાસીઓ સાથે ટેક હબ બેંગલુરુથી લગભગ 350 કિમી દૂર કોપ્પલમાં નહેરના શાંત કિનારે તારાઓને જોઈ રહી હતી

આરોપીઓએ મહિલાઓને નિશાન બનાવતા પહેલા ત્રણ મુસાફરોને કેનાલમાં ધકેલી દીધા હતા. અમેરિકાના ડેનિયલ અને મહારાષ્ટ્રના પંકજ તરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે ઓડિશાના બિબાશ ડૂબી ગયા હતા. શનિવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો

પોલીસે જણાવ્યું કે, મોટરસાઈકલ સવાર આરોપીએ પહેલા પેટ્રોલ પંપ વિશે પૂછ્યું અને પછી આખા પેસેન્જર ગ્રુપ પાસેથી 100 રૂપિયા માંગ્યા. જ્યારે મુસાફરોએ પૈસા આપવાનો ઈન્કાર કર્યો તો આરોપીઓ હિંસક બની ગયા. તેઓએ લોકો પર હુમલો કર્યો અને પુરૂષ પ્રવાસીઓને કેનાલમાં ધકેલી દીધા અને પછી મહિલાઓ સાથે જાતિય હુમલો કર્યો.

અમેરિકાના ડેનિયલ અને મહારાષ્ટ્રના પંકજ નામના બે પુરૂષ પ્રવાસીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે ત્રીજો પ્રવાસી ઓડિશાનો બિબાશ ડૂબી ગયો હતો.

  કોપ્પલના પોલીસ અધિક્ષક રામ એલ અરસિદ્દીએ કહ્યું કે ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સામૂહિક બળાત્કાર, લૂંટ અને હત્યાના પ્રયાસના આરોપો સામેલ છે. પોલીસે કહ્યું કે અમે આરોપીઓને પકડવા માટે છ વિશેષ ટીમો બનાવી છે. મહિલાની ફરિયાદ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને તપાસ પૂરજોશમાં ચાલી રહી છે.

  આ હુમલાએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હમ્પીના લોકપ્રિય પર્યટન સ્થળમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સ્થાનિકોએ અધિકારીઓને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આવા જઘન્ય અપરાધોને રોકવા માટે વિસ્તારમાં સુરક્ષા પગલાં વધારવામાં આવે.

(1:25 PM IST)