<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

માતાઓ-બહેનોના આર્શીવાદ મારી સૌથી મોટી તાકાત-મુડીઃ નરેન્‍દ્રભાઇ

નવસારી ખાતે લખપતી દીદી કાર્યક્રમમાં મહિલાઓ માટે આદર એ વિકસીત ભારત તરફનું પ્રથમ પગલું ગણાવતા પીએમ મોદી

સુરત, તા. ૮: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજે તેમના ગળહ રાજ્‍ય ગુજરાતના નવસારીમાં લખપતિ દીદીઓ સાથે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ પર વાતચીત કરી. પીએમ મોદીએ વાંસી બોરસી ગામમાં ‘લક્ષ્મી દીદી સંમેલન'માં હાજરી આપી હતી. તેમણે ૨૫,૦૦૦ થી વધુ સ્‍વ-સહાય જૂથો (SHG) ની ૨.૫ લાખથી વધુ મહિલાઓને ૪૫૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ પણ કર્યું હતું.

નરેન્‍દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાંસી બોરસી ગામમાં ૨૫,૦૦૦ થી વધુ સ્‍વ-સહાય જૂથો (SHG) ની ૨.૫ લાખથી વધુ મહિલાઓને ૪૫૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. સંવાદ પછી, પીએમ મોદીએ રોડ શો પણ કર્યો.

નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ‘મારા જીવનમાં કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ છે, હું દુનિયાનો સૌથી ધનિક વ્‍યક્‍તિ છું.' માતાઓ અને બહેનોના આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત, મારી મૂડી અને મારી સૌથી મોટી સુરક્ષા કવચ છે. મહિલાઓ માટે આદર એ વિકસિત ભારત તરફનું પ્રથમ પગલું છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે અહીં બે યોજનાઓ, ગુજરાત સફળ અને ગુજરાત મૈત્રી,નો પણ શુભારંભ કરવામાં આવ્‍યો છે. ઘણી યોજનાઓના પૈસા સીધા મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા છે. આ માટે હું તમને બધાને પણ અભિનંદન આપું છું. આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે.

આ પહેલા પીએમ મોદીએ ૮ લખપતિ બહેનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મહિલાઓએ પીએમ મોદી સાથે પોતાના અનુભવો શેર કર્યા.

વડાપ્રધાનના હેલીપેડથી લઇ કાર્યક્રમ સ્‍થળ સુધીની તમામ સુરક્ષા વ્‍યવસ્‍થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવિ રહી છે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્‍થળની વ્‍યવસ્‍થા બંદોબસ્‍ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજિત ૩૦૦૦ મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્‍યવસ્‍થામાં જોડાઇ છે. નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્‍થળથી લઇ વડાપ્રધાનના હેલીપેડ સુધીની સુરક્ષા વ્‍યવસ્‍થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે.

જ્‍યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને ર્પાકિંગની વ્‍યવસ્‍થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે, સુરક્ષા વ્‍યવસ્‍થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્‍ચાર્જ અધિકારી તરીકે ગળહ વિભાગના અગ્ર સચિવ નીપૂર્ણા તોરવણે છે

(3:26 PM IST)