News of Saturday, 8th March 2025
કોંગ્રેસના આકરા પ્રહારો: નેપાળ જેવા દેશના ગેરકાયદે ઈમીગ્રાન્ટસ પોતાના દેશમાં પરત ફરે છે, તો હાથકડી અને સાંકળમાં બંધાયેલા નથી હોતા: આપણો આટલો મોટો દેશ અને આપણું આટલું મોટું બજાર છે, તેમ છતાં આપણે સરેન્ડર કરી રહ્યાં છીએ

નવી દિલ્હી: આજે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસે ફરી વડાપ્રધાન શ્રી મોદી પર આકરા પ્રહાર કર્યાં છે. જેમાં તેમણે કહ્યું કે, એકબાજુ શ્રી મોદી ટ્રમ્પને ગળે મળે છે, બીજી બાજુ દેશના અર્થતંત્રનું ગળુ રૂંધાઈ રહ્યું હતું. તેઓ દેશમાં સાવજની જેમ ગર્જના કરે છે, પરંતુ બહાર જાય છે, ત્યારે ?. આ સિવાય કોંગ્રેસે બ્રિક્સ સમિટ પર પણ પ્રહાર કર્યાં હતાં.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'નેપાળ જેવા દેશના ગેરકાયદે ઈમીગ્રાન્ટસ પરત ફરે છે, તો હાથકડી અને સાંકળમાં બંધાયેલા નથી હોતા. આપણો આટલો મોટો દેશ અને આપણું આટલું મોટું બજાર છે, માર્કેટની એક તાકાત હોય છે. તેમ છતાં આપણે સરેન્ડર કરી રહ્યાં છીએ. જ્યારે વડાપ્રધાન બન્યા તો દેશમાં સાવજ બનીને ફરે છે, અમારી સામે ગર્જના કરે છે, બહાર જાય તો ખબર પડી જાય છે કે, આ તો માટીના સિંહ છે. કોઈ વાંધો નહીં, દેશે પસંદ કર્યાં છે. પરંતુ, અમે તેમના દ્વારા થતું દેશનું અપમાન સહન નહીં કરીએ.' એમ પવન ખેડાએ કહ્યું હતું.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
