<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

કેનેડાએ પર્મનન્ટ રેસિડેન્સી માટે 4,500 વિદેશી ઉમેદવારને કર્યાં આમંત્રિત: જાણો લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોનું પરિણામ

લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત ઉમેદવારો પાસે કેનેડા પરમેનન્ટ રેસીડેન્સી (Canada PR) માટે સંપૂર્ણ અરજી સબમિટ કરવા માટે 60 દિવસનો સમય હશે.

નવી દિલ્હી : ઈમિગ્રેશન, રિફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) એક નવા એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો (Express Entry Draw)નું આયોજન કર્યું છે. તે મહિનાના બીજા એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો છે. આ ડ્રો ફ્રેન્ચ લેગ્વેજ પ્રોફિશિએન્સી કેટેગરીના ઉમેદવારોને આમંત્રિત કરવા માટે આયોજીત કરવામાં આવેલ છે.

આ લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત ઉમેદવારો પાસે કેનેડા પરમેનન્ટ રેસીડેન્સી (Canada PR) માટે સંપૂર્ણ અરજી સબમિટ કરવા માટે 60 દિવસનો સમય હશે. જો સમયમર્યાદા ચૂકી જાય તો અરજી માન્ય રહેશે નહીં.

CIC ટાઇમ્સ અહેવાલ આપે છે કે નવીનતમ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો 6 માર્ચ, 2025ના રોજ યોજાયો હતો અને 4,500 ઉમેદવારોને ફ્રેન્ચ ભાષા પ્રાવીણ્ય શ્રેણી હેઠળ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ડ્રો માટે જરૂરી ન્યૂનતમ કોમ્પ્રીહેન્સિવ રેન્કિંગ સ્કોર (CRS) 410 હતો.

ડ્રો નંબર #339
ડ્રોનો પ્રકાર: ફ્રેન્ચ લેંગ્વેજીસ પ્રોફેશિએન્સી

તારીખ અને સમય: 6 માર્ચ, 2025
સૌથી ઓછા ક્રમાંકિત આમંત્રિત ઉમેદવારનો CRS સ્કોર: 410
જારી કરાયેલા આમંત્રણોની સંખ્યા: 4,500
જરૂરી રેન્ક: 4,500 કે તેથી વધુ
ટાઇ-બ્રેકિંગ નિયમ: 11 ફેબ્રુઆરી, 2025 07:47:29 UTC વાગ્યે
જો એક કરતાં વધુ ઉમેદવારોનો સ્કોર સૌથી ઓછો હોય, તો કટ-ઓફ તેમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ સબમિટ કરવાની તારીખ અને સમય પર આધારિત હશે.

કેનેડાએ ક્વિબેકની બહાર ફ્રેન્ચ બોલતા ઉમેદવારોને લક્ષ્ય બનાવીને કેટેગરી-આધારિત એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો રજૂ કર્યા છે. આ ડ્રો ફ્રેન્ચ બોલતા સમુદાયોને મજબૂત બનાવવાના સરકારના ધ્યેયને સમર્થન આપે છે.

(7:23 PM IST)