<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

કર્મચારીઓને મજા પડી ગઈ ! 13,14,15,16 માર્ચે દેશભરમાં બેંકો બંધ રહેશે

હોળીનો તહેવાર પર વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે:જો બેંકને લગતું કોઈ કામ હોય તો તાત્કાલિક પતાવી લેવું

નવી દિલ્હી : હોળીનો તહેવાર આવતા અઠવાડિયે ઉજવવામાં આવશે, અને આ પ્રસંગે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જો તમારી પાસે બેંકને લગતું કોઈ તાત્કાલિક કામ હોય તો આ રજાઓ વિશે અગાઉથી જાણવું જરૂરી છે.

બેંકો ક્યારે બંધ રહેશે?

 13 માર્ચ (ગુરુવાર): હોલિકા દહનના અવસર પર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને કેરળમાં બેંકો બંધ રહેશે.

 14 માર્ચ (શુક્રવાર): હોળી (ધુલેતી/ધુલંદી/ડોલ જાત્રા)ના કારણે મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

15 માર્ચ (શનિવાર): કેટલાક રાજ્યોમાં આ દિવસે હોળીની ઉજવણી કરવામાં આવશે, તેથી અગરતલા, ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેંકો બંધ રહેશે.

16 માર્ચ (રવિવાર): સાપ્તાહિક રજાના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. માર્ચ 2025 માં અન્ય બેંક રજાઓ 

8 માર્ચ (બીજો શનિવાર): સાપ્તાહિક રજા

 9 માર્ચ (રવિવાર): સાપ્તાહિક રજા

22 માર્ચ (ચોથો શનિવાર): સાપ્તાહિક રજા

23 માર્ચ (રવિવાર): સાપ્તાહિક રજા

 27 માર્ચ (ગુરુવાર): જમ્મુ અને કાશ્મીરમાં શબ-એ-કદરના અવસર પર બેંકો બંધ રહેશે

. 28 માર્ચ (શુક્રવાર): જમ્મુ અને કાશ્મીરમાં જુમાત-ઉલ-વિદાને કારણે બેંકો બંધ રહેશે.

30 માર્ચ (રવિવાર): સાપ્તાહિક રજા

31 માર્ચ (સોમવાર): ઇદ-ઉલ-ફિત્રના અવસર પર મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે

 બેંકની રજાઓ દરમિયાન પણ ઓનલાઈન બેંકિંગ સેવાઓ, મોબાઈલ બેંકિંગ, UPI અને ATM સેવાઓ રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો આ સેવાઓનો ઉપયોગ કરીને મની ટ્રાન્સફર, બિલ ચુકવણી અને રોકડ ઉપાડ જેવા કાર્યો કરી શકે છે

(9:45 PM IST)