<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી

ફ્લાઈટ પરત મુંબઈ ઉતારાઈઃમુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતાં મુંબઈ પરત લવાઈ

મુંબઈ, તા. ૧૦

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતાં તેને મુંબઈ પરત લાવવામાં આવી હતી. આ અંગે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. વિમાનમાં ૩૨૦ થી વધુ લોકો સવાર હતા અને તે સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતરી ગયું હતું. સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે ૧૦ માર્ચ ૨૦૨૫ મુંબઈ-ન્યૂયોર્ક (JFK) ફ્લાઈટ AI 119 માં સંભવિત સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો.

જરૃરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાના હિતમાં વિમાનને પરત મુંબઈ લઈ જવામાં આવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું કે બોઇંગ ૭૭૭-૩૦૦ ઈઇ એરક્રાફ્ટમાં ૧૯ ક્રૂ મેમ્બર સહિત ૩૨૨ લોકો સવાર હતા.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે ૧૦ માર્ચે મુંબઈ-ન્યૂયોર્ક (JFK) ફ્લાઈટ AI119ની ફ્લાઈટ દરમિયાન સંભવિત સુરક્ષા ખતરા મળી આવ્યા હતા. જરૃરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને મુંબઈ પરત લઈ જવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ ૧૦૨૫ કલાકે (સ્થાનિક સમય) પર મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું, અને એર ઈન્ડિયા તેના અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

(9:46 PM IST)