<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સેન્સેક્સ ઉપલા સ્તરેથી નીચે સરક્યો, ૨૧૭ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં વેચવાલીનું દબાણઃપાવર ગ્રીડ કોર્પ, HUL, ઇન્ફોસિસ, SBI લાઇફ, નેસ્લેના શેર નિફ્ટીના ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ

મુંબઈ, તા.૧૦

ટ્રેડીંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટ ઘટીને ૭૪,૧૧૫.૧૭ પર બંધ થયો. દ્ગજીઈ પર નિફ્ટી ૦.૪૧ ટકાના ઘટાડા સાથે ૨૨,૪૬૦.૩૦ પર બંધ થયો. ૧૦ માર્ચે, ભારતીય ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક સ્તરે બંધ થયા હતા અને નિફ્ટી ૨૨,૫૦૦ની નીચે સરકી ગયો હતો.

આજના ટ્રેડિંગ દરમિયાન, પાવર ગ્રીડ કોર્પ, HUL, ઇન્ફોસિસ, SBI લાઇફ, નેસ્લેના શેર નિફ્ટીના ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, ટ્રેન્ટ, ઓએનજીસી, આઇશર મોટર્સ, બજાજ ઓટોના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૧.૩ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭ ટકા ઘટ્યો હતો.

FMCG સિવાય, બધા ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા, જેમાં ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઓઇલ અને ગેસ, રિયલ્ટી, PSU બેંકોમાં ૧-૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે ભારતીય રૃપિયો ૪૫ પૈસા ઘટીને ૮૭.૩૩ પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જ્યારે શુક્રવારે તે ૮૬.૮૮ પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ફ્લેટ ખુલ્યું . બીએસઈ પર સેન્સેક્સ ૫૦ પોઈન્ટના વધારા સાથે ૭૪,૩૮૨.૬૭ પર ખુલ્યો તે જ સમયે, NSE પર નિફ્ટી ૦.૦૫ ટકાના વધારા સાથે ૨૨,૫૬૩.૮૦ પર ખુલ્યો હતો.

(10:01 PM IST)