<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે: પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે

ટેરિફને કારણે, કેનેડામાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થવાની ધારણા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફને કારણે, કેનેડામાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થવાની ધારણા છે. આની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ટ્યુશન ફી, રહેવાના ખર્ચ અને નોકરીની તકો પર પડશે.

(10:16 PM IST)