<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

વારંવાર ટેક્‍સમાં કાપ મુકવાની વાત ન કરો, સરકારને પણ ફંડ જોઈએઃ નીતિન ગડકરી

સરકારને ગરીબો માટે કલ્‍યાણકારી યોજનાઓ ચલાવવા માટે ફંડની જરૂર હોય છે અને તેના માટે ટેક્‍સ જરૂરી છે

નવી દિલ્‍હી તા.૧૧: કેન્‍દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઈન્‍ડસ્‍ટ્રીના લોકોને કહ્યું કે, તેઓ ટેક્‍સમાં કાપની વારંવાર માગ ન કરે. બુધવારે એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે, સરકારને ગરીબો માટે કલ્‍યાણકારી યોજનાઓ ચલાવવા માટે ફંડની જરૂર હોય છે અને તેના માટે ટેક્‍સ જરૂરી છે.

તેમણે આગળ કહ્યું કે, જીએસટી અને અન્‍ય ટેક્‍સમાં કાપની માગ વારંવાર ન કરો, આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જો અમે ટેક્‍સ ઘટાડીશું તો તમે વધારે ટેક્‍સ કાપની માગ કરશો, કારણ કે આ માનવ સ્‍વભાવ છે. પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે ટેક્‍સ વિના સરકારની કલ્‍યાણકારી યોજનાઓ કેવી રીતે ચાલશે?

ગડકરીએ એવું પણ કહ્યું કે, સરકાર દેશમાં લોજિસ્‍ટિક્‍સ ખર્ચાને ઘટાડીને ૯ ટકા સુધી લાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, હાલ ભારતમાં લોજિસ્‍ટિક્‍સ ખર્ચો ૧૪-૧૬ ટકા છે. પણ આગામી બે વર્ષમાં તેને ઘટાડીને ૯ ટકા સુધી લાવવામાં આવશે. તેનાથી ભારતીય ઉદ્યોગ વૈશ્વિક બજારમાં વધારે હરીફાઈ કરશે.

તેમણે ચીન અને અમેરિકાનું ઉદાહરણ આપતા જણાવ્‍યું કે, ચીનમાં લોજિસ્‍ટિક્‍સ ખર્ચો ૮ ટકા છે, જ્‍યારે અમેરિકામાં અને યૂરોપમાં તે ૧૨ ટકાની નજીક છે.તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો કે, ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે.

ગડકરીએ ઉદ્યોગ જગતને અપીલ કરી છે કે તેઓ પ્રોડક્‍ટ ખર્ચને ઘટાડવા પર ધ્‍યાન આપે, પણ ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરે. તેમણે કહ્યું કે, તમે ખાલી ધન સંપત્તિ બનાવનારા નથી. પણ નોકરીઓ આપનારા પણ છો. આપણે આ સોનેરી અવસરનો લાભ ઉઠાવવો જોઈએ અને દેશની અર્થવ્‍યવસ્‍થાને મજબૂત બનાવવી જોઈએ.

કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતને આત્‍મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડવી પડશે અને નિકાસ વધારવી પડશે. તેમણે કહ્યું કે, દેશને વિકસિત બનાવવા માટે સ્‍થાનિક પ્રોડક્‍ટને વધારે પ્રોત્‍સાહન આપવું પડશે.

આવકવેરાનું પોર્ટલ ડાઉન થતાં

આકારણીના ખોટા ઓર્ડરથી કરદાતા ત્રસ્‍ત

વિડીયો કોન્‍ફરન્‍સ માટે કરદાતાને મોકલવામાં આવતી

લિન્‍ક પણ ઓપન ન થતી હોવાની વધી રહેલી પરેશાની

મુંબઇ,તા.૧૧: આવકવેરા ખાતા દ્વારા સ્‍ક્રૂટિની એસેસમેન્‍ટ માટે રિઓપન કરવામાં આવેલા અને આકારણીના કેસો ૩૧મી માર્ચે ટાઈમ બાર થઈ રહ્યા છે ત્‍યારે આવકવેરા ખાતાનું પોર્ટલ ડાઉન થઈ જતું હોવાથી કરદાતાની પરેશાની વધી ગઈ છે. તેમાંય ફેસલેસ એસેસમેન્‍ટમાં કરદાતાઓ સાથે વિડિયો કોન્‍ફર્સના કરવા માટે કરદાતાઓને મોકલવામાં આવતી લિન્‍ક પણ ઓપન થતી નથી. તેમ જ કરદાતાને સ્‍ક્રૂટિની એસેસમેન્‍ટની નોટિસ મળ્‍યા પછી પોર્ટલ પર એન્‍ટર થાય ત્‍યારે તે કરદાતાનો કોઈ જ રેકોર્ડ ઉપલબ્‍ધ જ ન હોવાનું દર્શાવે છે તેથી કરદાતાની મૂંઝવણ વધી રહી છે.

બીજીતરફ કરદાતાઓ તેમની નોટિસ  અને રિક્‍વેસ્‍ટનો પ્રતિભાવ ન આપતા હોવાનું માનીને આવકવેરા અધિકારીઓ કરદાતાની આવકમાં ઉમેરો કરી દઈને તેમને નોટિસ મોકલાવી રહ્યા છે, તેના પર આવકવેરા ધારાની કલમ ૨૭૧(૧સી) હેઠળ પેનલ્‍ટી પણ કરવામાં આવે છે. આમ આવકવેરો વધારે ભરવાની જવાબદારી આવવા ઉપરાંત મોડેથી વેરો ભરવા બદલ વ્‍યાજ અને પેનલ્‍ટી જમા કરાવવાની જવાબદારી પણ આવી રહી ?. રિઓપન કરેલા અને સ્‍ક્રૂટીની એસેસમેન્‍ટના કેસોમાં આ સમસ્‍યા નડી રહી છે. આવકવેરા ખાતાના પોર્ટલ પર એસેસમેન્‍ટ પ્રોસિડિંગ્‍સના પેન્‍ડિંગ એક્‍શનના વિભાગમાં એન્‍ટર થાય ત્‍યારે નો રૅકોર્ડ ફાઉન્‍ડની સૂચના આવી જાય છે. કરદાતાના સ્‍ક્રૂટિની ટેબમાં એન્‍ટર થાય ત્‍યારે નો રેકોર્ડ ફાઉન્‍ડ જોવા મળે છે. આ વિભાગમાં એન્‍ટર થઈ ગયા પછી કરદાતાઓ ડોકયુમેન્‍ટ સિલેક્‍ટ કરવાના હોય તે ડોકયુમેન્‍ટ સિલેક્‍ટ પણ નથી થતાં. ડોકયુમેનટ્‍ સિલેક્‍ટ થઈ જાય તો તે પછી તે ડોકયુમેન્‍ટ અપલોડ પણ નથી થતાં. તેમાંરેફરન્‍સ ડિન નંબર પણ દેખાતા નથી.

ત્‍યારબાદ આકારણીના થઈ ગયેલા કેસોના એસેસમેન્‍ટના ઓર્ડર પણ ડાઉનલોડ થતાં નથી. રિઓપનના કેસો અને સ્‍ક્રૂટિની એસેસમેન્‍ટના કેસોમાં આ સમસ્‍યા ખાસ્‍સી વધારે છે. તેથી કરદાતાને કઈ નોટિસ મળી છે તેની સમજણ પડતી નથી.

નોટિસની ખબર પડે જ નહિ તો ટ્ટ જવાબ પણ ફાઈલ કરી શકાતા નથીજવાબ ફાઈલ ન થાય તો આકારણી અધિકારી ઈન્‍કમમાં એડિશન કરતો ઓર્ડર કરી દે છે. આ રીતે આવકમાં ઉમેરવામાં આવેલી રકમ પર વ્‍યાજ અને પેનલ્‍ટી પણ લાગી જાય છે. આ જ રીતે કરદાતાનો ઓનલાઈન સબમિશન કરવા માટે આપવામાં આવેલી વિડીયો લિન્‍ક પણ ઓપન નથી થતી. પરિણામે નવેસરથી વિડીયો લિન્‍ક મોકલવાની વિનંતી મોકલવી પડી રહી છે.

૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ સુધી ભરવાની રકમ બાકી હોય તેમને લાભ

GST એમ્‍નેસ્‍ટી સ્‍કીમઃ ૩૧ માર્ચ સુધીમાં વેરો ભરવામાં લાભ થશે

૩૦મી જૂન સુધીમાં પોર્ટલ ઉપર વ્‍યાજ અને દંડની માફી માટે અરજી કરવી પડશે

મુંબઇ,તા.૧૧: ગુડસ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (જીએસટી) દ્વારા વેપારીઓના રાહત આપતી જીએસટી એમ્‍નેસ્‍ટી સ્‍કીમ જાહેર કરવામાં આવી છે. જે મુજબ વેપારીઓને જો જીએસટી કાયદાની કલમ- ૭૩ હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦ સુધીમાં જો કોઈ રકમ ભરવાની બાકી હોય તો તેના માટે વ્‍યાજ-દંડમાં માફી અપાશે. આ યોજનામાં વેપારીએ ફક્‍ત વેરાની રકમની ચૂકવણી કરી વ્‍યાજ અને દંડમાંથી માફી આપવામાં આવશે. કરદાતાએ ૩૧મી પહેલાં વેરાની સંપૂર્ણ રકમ ભરવી જરૂરી છે. આ ઉપરાંત વેરો ભર્યા બાદ તા.૩૦ જૂન પહેલાં પોર્ટવલ ઉપર વ્‍યાજ અને ઠંડની માફી માટે અરજી કરવાની રહેશે. આ ઉપરાંત એક એવી પણ જોગવાઈ કરવામાં આવી છેકે, વેપારી દ્વારા જો કેસ અપીલમાં પેન્‍ડિંગ હોય તો પણ અપીલ પાછી ખેંચી વેરાની ચૂકવણી કરી વ્‍યાજ અને દંડમાંથી માફી મેળવી શકશે.

બરોડા ટેક્‍સ બાર એસો.ના માનદ મંત્રી મુકેશ શર્માએ આ યોજના હેઠળ જણાવ્‍યું છેકે, જો કરદાતાના કેસ એક કરતાં વધારે આદેશ થયા હશે તો દરેક અલગ અલગ આદેશ માટે અલગ અરજી કરવી પડશે. જો કરદાતાએ દંડ અને વ્‍યાજ ભર્યું હશે તો તેમને રિફંડ નહિ મળે.જો ખોટું રિફંડ મેળવ્‍યું હશે તો પણ લાભ નહિ મળે ઓનલાઈન અરજીમાં સત્તાધીશોને જો કોઈ ક્ષતિ જણાય તો ત્રણ માસમાં નોટિસ ન આપે તો અરજી ડિમ્‍ડ માન્‍ય ગણાશે.

બરોડા ટેક્‍સ બાર એસો.ની લાગણી છેકે. વેરા ભરવાની મુદત ૩૦મી જૂન સુધી લંબાવવી જોઈએ. એમ્‍નેસ્‍ટી યોજના હેઠળ જે અરજી થાય તેનો નિકાલ વહેલા તે પહેલાં ધોરણે કરવો જરૂરી છે. જે અરજી થાય તે અરજી ઓડિટ એસેસમેન્‍ટ ઓર્ડર કરનાર અધિકારીના લોગિનમાં જતું નથી, સિસ્‍ટમ પ્રમાણે અન્‍ય અધિકારીના યોગિનમાં જતું હોઈ એરોચમેન્‍ટ કરનાર અધિકારીને એમ્‍નેસ્‍ટી હેઠળ અરજી વેપારીએ કરી હોય તેની માહિતી મળતી નથી. ઘણાં કેસમાં એસેસમેન્‍ટ અધિકારીએ વસૂલાતના પગલાં રૂપે વેપારીના બેંક એટેચમેન્‍ટ કર્યા છે. અહીં ચિસ્‍ટમમાં સુધારો કરવો જોઈએ. કલમ ૭૪ હેઠળ આદેશ અધિકારીઓએ કર્યા છે. તેમની વિરૂધ્‍ધ અપીલને કલમ ૭૩ હેઠળ રૂપાંતરીત કરાય તો વેપારીને સ્‍કીમનો લાભ મળી શકે. કેન્‍દ્ર સરકારે કાપડામાં કલમ ૧૨૮. નવી ઉમેરીને કરદાતાઓને જીએસટી કાયદાનો અમલ થયો ત્‍યારથી જે મુશ્‍કેલીઓ નડી રહી છે. તેની માટે દંડ વગર મૂળ રકમ ભરવાની યોજના છે. આ યોજનાના પ્રચાર માટે વડોદરામાં આવેલા સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

(10:32 AM IST)