હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
15 માર્ચથી સૌરાષ્ટ્ર- કચ્છમાં સિંચાઇનું પાણી વહેવડાવાનું બંધ કરવા નર્મદા નિગમનો નિર્ણય
સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી ભાવનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોની વધશે પરેશાની

અમદાવાદ : સૌરાષ્ટ્ર - કચ્છમાં નર્મદાનું પાણી પુરૂ પાડતી કેનાલોમાં તા 15 માર્ચથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર - કચ્છને પાણી પુરૂ પાડતા ધોળીધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરાયો છે. પરંતુ સિંચાઇ માટે કેનાલમાંથી પાણી ઊપાડી શકાશે નહીં.
રાજયમાં નર્મદાના નીરનો સૌથી સારો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે.અને આથી જ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં પણ વધારો થયો છે. ત્યારે રાજય સરકારે જિલ્લાની કુલ 5 કેનાલમાં જે સિંચાઇ માટે પાણી આપવામાં આવતું હતું.
આગામી 15 માર્ચથી સૌરાષ્ટ્ર- કચ્છમાં સિંચાઇનું પાણી વહેવડાવાનું બંધ કરવા નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવાતા સુરેન્દ્રનગર , બોટાદ, મોરબી ભાવનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોની પરેશાની વધશે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
