<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

દેશના ઘણા શહેરોમાં ATM ખાલી હોવાની ફરિયાદ; ATM સર્વિસ પ્રોવાઈડ કરતી એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસની હાલત ખરાબ

SBI, ICICI બેંકના ATM પર સૌથી વધારે અસર : SBIના 14,000 ATM અને એક્સિસ બેંકના 5000 ATM પ્રભાવિત થયા:કંપની અને તેના યુનિટ્સે 39 કરોડ રૂપિયાનું ડિફોલ્ટ કર્યું, CRISIL અને ઈન્ડિયા રેટિંગ્સે કંપનીને ડાઉનગ્રેડ કરી: કંપનીના તમામ 4 ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સે રાજીનામા આપ્યા

નવી દિલ્હી : દેશના ઘણા શહેરોમાં ATMમાં રોકડ ન હોવાની ફરિયાદો આવી રહી છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટો સવાલ એ છે કે આખરે ATMમાંથી પૈસા ક્યાં ગાયબ થઈ ગયા છે? કેમ ATM ખાલી પડ્યા છે? આની પાછળના કારણની તપાસ કરતા ETને જાણવા મળ્યું કે ATM સર્વિસ પ્રોવાઈડ કરતી એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસ (AGS Transact Technologies)ની હાલત ખરાબ છે. AGS Transact Technologies નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે

  રિપોર્ટ મુજબ, ગયા અઠવાડિયે કંપની અને તેના યુનિટ્સે 39 કરોડ રૂપિયાનું ડિફોલ્ટ કર્યું, CRISIL અને ઈન્ડિયા રેટિંગ્સે કંપનીને ડાઉનગ્રેડ કરી છે. કંપનીના તમામ 4 ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સે રાજીનામા આપી દીધા છે. AGS Transactના કર્મચારીઓએ રોકડ રિફિલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિનાઓથી પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે.

  આ સંકટની SBI, ICICI બેંકના ATM પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. તેનાથી SBIના 14,000 ATM અને એક્સિસ બેંકના 5000 ATM પ્રભાવિત થયા છે. લોકોનું કહેવું છે કે, હવે સરકારને વિનંતી છે કે RBI અને SEBI આ બાબતે તપાસ કરે. નાણા મંત્રાલયે પણ આના પર નજર રાખવી જોઈએ.

  થોડા સમય અગાઉ જ AGS Transactનો IPO આવ્યો હતો. IPOની પ્રાઈઝ બેન્ડ ₹166–₹175 હતી. આ IPO 31 જાન્યુઆરી 2022ના રોજ લિસ્ટ થયો હતો. તો 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ બાદ આ કંપનીના શેર 129.45 રૂપિયા પર બંધ થયા હતા. શેરની સ્થિતિ પર નજર કરીએ છેલ્લા 1 અઠવાડિયામાં આ કંપનીના શેરમાં 22.81 ટકાનો ઘટાડો થયો છે. આ શેર ઘટીને 13.91 રૂપિયા પર પહોંચી ગયા છે. શેરનું વોલ્યુમ 1,15,956 શેર અને માર્કેટ કેપ 178 કરોડ રૂપિયા છે. આજે આ શેર 13.91 રૂપિયા પર ખુલ્યો હતો. તો ગઈકાલે આ શેર 14.65 રૂપિયા પર બંધ થયો હતો.

(7:22 PM IST)