હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરેશિયસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત : પીએમ નવીન રામગુલામ સાથે વિપક્ષી નેતાઓ, અને ૨૦૦ VVIP એરપોર્ટ પહોંચ્યા
ભારત-મોરેશિયસ સંબંધોનો નવો અધ્યાય શરૂ : મહત્વના કરારો થશે ૨૦થી વધુ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે : જેમાં ક્ષમતા નિર્માણથી લઈને સમુદાય-આધારિત માળખાગત પ્રોજેક્ટ્સ સામેલ

નવી દિલ્હી, તા.૧૧: પ્રધાનમંત્રી મોદી તેમની બે દિવસીય મુલાકાત પર મોરેશિયસ પહોંચ્યા છે. મોરેશિયસમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નવીન રામગુલામે એરપોર્ટ પર તેમનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કર્યું. તેમની સાથે નાયબ વડા પ્રધાન, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા, વિદેશ પ્રધાન, કેબિનેટ સચિવ, ગ્રાન્ડ પોર્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ અને અન્ય ઘણા લોકો હતા. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે કુલ ૨૦૦ મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં સાંસદો, ધારાસભ્યો, રાજદ્વારી પ્રતિનિધિમંડળ અને ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂ થતી આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી ૨૦ થી વધુ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે, જેમાં ક્ષમતા નિર્માણથી લઈને સમુદાયપ્રઆધારિત માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ દરમિયાન, પીએમ મોદી તેમના સમકક્ષ નવીનચંદ્ર રામગુલામ સાથે સિવિલ સર્વિસીસ કોલેજ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ ઇમારતનું બાંધકામ આશરે ૪.૭૫ મિલિયન ડોલરના ખર્ચે પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટ માટે ૨૦૧૭ માં એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોદી ૨૦ સામુદાયિક પ્રોજેક્ટ્સ અને વિસ્તાર આરોગ્ય કેન્દ્રોનું ઇ-ઉદઘાટન પણ કરશે, જે લગભગ ૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ સામુદાયિક પ્રોજેક્ટ્સમાં રમતગમત સંબંધિત માળખાગત સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ પહોંચતા જ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મોરેશિયસના નાયબ વિદેશ પ્રધાન હમ્બીરાજન નરસિંહને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ મુલાકાતથી તેઓ સન્માનિત અનુભવી રહ્યા છે. તેને ‘ખાસ પ્રસંગ' ગણાવતા તેમણે કહ્યું કે તમામ ૩૪ મંત્રીઓ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે. તેમણે કહ્યું કે પીએમ મોદીનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે.
ઇન્ટરવ્યુમાં, નરસિંહને ૨૦૧૫ માં વડા પ્રધાન મોદીની મોરેશિયસ મુલાકાતને યાદ કરી અને કહ્યું કે ભારત ઘણા ક્ષેત્રોમાં તેમના દેશ માટે રોલ મોડેલૅ છે. તેમણે કહ્યું, ‘મોદી ૧૦ વર્ષથી વધુ સમય પછી મોરેશિયસ આવી રહ્યા છે.' તેમની છેલ્લી મુલાકાત ૨૦૧૫ માં હતી. મોરેશિયસની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં ૅનવો અને તેજસ્વીૅ અધ્યાય ખોલશે. દરમિયાન, મોરેશિયસના વિદેશ પ્રધાન ધનંજય રામફુલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ૧૨ માર્ચે લાઇન ઓફ ક્રેડિટ પર એક સમજૂતી કરાર (પ્ંશ્) પર હસ્તાક્ષર કરવામાં આવશે. ૨૦૧૬ માં, ભારતે મોરેશિયસને ઼૩૫૩ મિલિયનનું ખાસ આર્થિક પેકેજ પૂરું પાડ્યું. આમાં મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગ, નવી ઇએનટી હોસ્પિટલ, સોશિયલ હાઉસિંગ પ્રોજેક્ટ અને શાળાના બાળકો માટે ડિજિટલ ટેબલેટનો સમાવેશ થાય છે. મોરેશિયસ આફ્રિકન ખંડના સૌથી નાના દેશોમાંનો એક છે. અહીંની કુલ ૧૨ લાખ વસ્તીમાંથી લગભગ ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે. આ મુલાકાત પહેલા, પીએમ મોદી એક વાર મોરેશિયસની મુલાકાત લઈ ચૂકયા છે. માર્ચ ૨૦૧૫ માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે પીએમ મોદીએ મોરેશિયસની મુલાકાત લીધી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
