<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પત્‍નીને પતિ પર હતી શંકા, ચોરીછૂપીથી ચેક કરતી હતી મોબાઈલ, પછી કંટાળીને યુવકે જે ટ્રિક અપનાવી તે જોઈને ચોંકી જશો!

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અત્‍યાર સુધીમાં આ વીડિયો ૪૯ લાખથી વધુ વખત જોવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હી તા.૧૧: પતિ-પત્‍નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો છે. બંને વચ્‍ચે જ્‍યારે વિશ્વાસ ઓછો થઈ જાય, તો બંને એકબીજા પર શંકા કરવા લાગે છે. તેવામાં શંકાને સાબિત કરવા માટે તે કોઈપણ હદ સુધી પહોંચી જાય છે. કોઈ પોતાની પત્‍ની પર નજર રાખવાનું શરૂ કરે છે, તો કોઈ મોબાઈલ ચેક કરે છે. કેટલાક લોકો તો એકબીજાનો પીછો પણ કરે છે. તેનાથી જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને એવું લાગે છે કે, પત્‍નીને પોતાના પતિ પર શંકા હતી. તેવામાં તે છુપાઈને મોબાઈલ ચેક કરતી હતી. પરંતુ આ વખતે પતિ જાણી ગયો હતો. પછી તેણે જે કર્યું તે જોઈને તમે હેરાન થઈ જશો.

આ વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર કેરોલિના સૂઝા લિમા એ શેર કર્યો છે, જેનું એકાઉન્‍ટ વેરિફાઇડ છે. આ વીડિયોમાં સૂઝા પોતે પણ જોવા મળી રહ્યા છે. તેવામાં શકય છે કે તે મનોરંજન માટે બનાવવામાં આવ્‍યો હોય. પરંતુ આવી ઘટનાઓ ખૂબ જ સામાન્‍ય છે. વીડિયો જોયા પછી એવું લાગે છે કે સૂઝા લિમાનો મોબાઇલને ઘણીવાર તેની પત્‍ની ચેક કરતી હતી. તે છુપાઈને જોવા માંગતી હતી કે તેના પતિનું કોઈ બીજા સાથે અફેર છે કે નહીં.

સૂઝા તેની પત્‍નીના આ કળત્‍યથી સારી રીતે વાકેફ હતો. તેવામાં તેણે એક આヘર્યજનક કામ કર્યું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૂઝા તેના મોબાઇલને તેના અંગૂઠાથી લોક કરી દે છે. આ પછી તે કોઈ ચિંતા કર્યા વિના સૂઈ જાય છે. પરંતુ થોડા સમય પછી જે બન્‍યું તે ચોંકાવનારું હતું. સૂઝા લિમા જ્‍યારે ઊંઘી રહ્યો હતો, ત્‍યારે તેની પત્‍ની પહોંચી. તે મોબાઈલ જોઈને ખુશ થઈ ગઈ. તેણે લાગ્‍યું કે, કદાચ તેના મોબાઇલના અંદરથી કશું મળી જશે.

તેણે છુપાઈને મોબાઈલ ઉપાડ્‍યો અને લોક ખોલવા માટે તેના પતિની આંગળીઓ સ્‍ક્રીન પર મૂકવા લાગી. પરંતુ સાવચેતી રૂપે પતિએ પહેલાથી જ પોતાના હાથને બદલે પગના અંગૂઠાનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન લોક કરી દીધો હતો, જેથી તેનું રહસ્‍ય ખુલી ન શકે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અત્‍યાર સુધીમાં આ વીડિયો ૪૯ લાખથી વધુ વખત જોવામાં આવ્‍યો છે. લાખો લોકોએ તેને લાઈક અને શેર કર્યું છે. આ ઉપરાંત ઘણી કોમેન્‍ટ્‍સ પણ આવી છે.(૩૮.૨૪)

 

(4:20 PM IST)