લાખોનો આઇફોન લેવા ઠેરઠેર લાઇનો લાગી 10:12 AM
તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
1 એપ્રિલથી વ્યાજ, ડિવિડન્ડ સહિત અન્ય કમાણી પર લાગતા ટીડીએસ અને ટીસીએસની લિમિટમાં ફેરફાર થઈ જશે : , જે સામાન્ય લોકોના જીવન પર પણ અસર કરશે
સીનિયર સીટિઝન માટે TDS કપાત વધારીને ડબલ કરી દીધી છે. તે પહેલા 50,000 રૂપિયા હતી, જે હવે 1 લાખ રૂપિયા થઇ ગઇ તેનાથી તેમને મોટી રાહત મળશે. તો મકાન માલિકોને પણ મોટી રાહત મળી , રેન્ટ દ્વારા થયેલી કમાણી પર TDS કપાતની લિમિટ 2.4 લાખ રૂપિયા પ્રતિ ફાઇનાન્શિયલ યરથી વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ ફાઇનાન્શિયલ યર કરી દેવાઈ

નવી દિલ્હી તા.૧૧ : 1 એપ્રિલથી વ્યાજ, ડિવિડન્ડ સહિત અન્ય કમાણી પર લાગતા ટીડીએસ અને ટીસીએસની લિમિટમાં ફેરફાર થઈ જશે. તેવામાં આવો જાણીએ નવી લિમિટ વિશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીથી નાણાંકીય વર્ષ 2025-26 માટે યૂનિયન બજેટ રજૂ કર્યુ હતું. આ દરમિયાન તેમણે મીડલ ક્લાસને ઇનકમ ટેક્સમાં ઘણી રાહત આપવાની સાથે ઘણા નિયમોમાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી હતી. હવે આ નિયમો નાણાંકીય વર્ષ શરૂ થવાની સાથે જ એટલે કે 1 એપ્રિલ, 2025થી લાગૂ થઇ રહ્યા છે. આ સંશોધનમાં સોર્સ પર TDS અને TCSના નવા નિયમો પણ સામેલ છે, જે સામાન્ય લોકોના જીવન પર પણ અસર કરશે.
સીનિયર સીટિઝન્સ અને મકાન માલિકોને મોટી રાહત
કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે, સીનિયર સીટિઝન માટે TDS કપાત વધારીને ડબલ કરી દીધી છે. તે પહેલા 50,000 રૂપિયા હતી, જે હવે 1 લાખ રૂપિયા થઇ ગઇ છે. તેનાથી તેમને મોટી રાહત મળશે. તો મકાન માલિકોને પણ મોટી રાહત મળી છે. રેન્ટ દ્વારા થયેલી કમાણી પર TDS કપાતની લિમિટ 2.4 લાખ રૂપિયા પ્રતિ ફાઇનાન્શિયલ યરથી વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ ફાઇનાન્શિયલ યર કરી દેવાઈ છે.
એજ્યુકેશન લોન પર હટાવવામાં આવ્યું TCS
આપને જણાવી દઇએ કે, સ્પેસિફિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશન પાસેથી એજ્યુકેશન લોન પર TCS કપાત દૂર કરવામાં આવી છે. અગાઉ 7 લાખ રૂપિયાથી વધુની એજ્યુકેશન લોન પર 0.5% TCS કાપવામાં આવતો હતો, જ્યારે 7 લાખ રૂપિયાથી વધુની સ્વ-નાણાકીય એજ્યુકેશન ટ્રાન્જેક્શન્સ પર 5% TCS કાપવામાં આવતો હતો.
ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર આટલી લિમિટ
આપને જણાવી દઈએ કે ડિવિડન્ડમાંથી થતી આવક પર TDS મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાંથી થતી આવક પર TDS મર્યાદા પણ નાણાંકીય વર્ષ દીઠ 5 હજાર રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ઇનામ પરનું TDS પણ વધારીને પ્રતિ ઇનામ 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
