હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં ફરી વખત સ્વાઈન ફ્લૂએ ફરી ફૂફાડો માર્યો : 16 રાજ્યોમાં 516 લોકો સંક્રમિત: 6 દર્દીના મોત
સૌથી વધુ મૃત્યુ કેરળમાં થયા: એનસીડીસીએ દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પરિસ્થિતિને ગંભીર ગણાવી અને દેખરેખ વધારવાની અપીલ કરી

નવી દિલ્હી :દેશમાં સ્વાઈન ફ્લૂએ ફરી માથું ઊંચક્યું છે દેશના 16 રાજ્યોમાં જાન્યુઆરી 2025માં સ્વાઈન ફ્લૂ (H1N1) ના 516 કેસ નોંધાયા હતા, જેમાં 6 લોકોનાં મોત થયા હતા. સૌથી વધુ મૃત્યુ કેરળમાં થયા છે. એનસીડીસીએ દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પરિસ્થિતિને ગંભીર ગણાવી છે અને દેખરેખ વધારવાની અપીલ કરી છે.
સ્વાઈન ફ્લૂ એટલે કે H1N1 વાયરસનો ચેપ ફરીથી ફેલાઈ રહ્યો છે. દેશના 8 રાજ્યોમાં તેનો ફેલાવો ઝડપથી વધ્યો છે. જાન્યુઆરી 2025માં 16 રાજ્યોમાં 516 લોકો સ્વાઇન ફ્લૂથી પ્રભાવિત થયા હતા. સારવાર દરમિયાન 6 લોકોના મોત થયા
સૌથી વધુ મૃત્યુ કેરળમાં થયા છે. અહીં ચાર લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં એક-એકનું મોત થયું. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના રિપોર્ટ મુજબ દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પરિસ્થિતિ ગંભીર છે.
NCDCએ તમિલનાડુ, પુડુચેરી, કેરળ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં સ્વાઇન ફ્લૂ માટે સર્વેલન્સ વધારવાની અપીલ કરી છે. તમિલનાડુમાં 209, કર્ણાટકમાં 76, કેરળમાં 48, જમ્મુ અને કાશ્મીરમાં 41, દિલ્હીમાં 40, પુડુચેરીમાં 32, મહારાષ્ટ્રમાં 21 અને ગુજરાતમાં 14 કેસ સામે આવેલા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સુપરત કરાયેલા અહેવાલમાં NCDC એ જણાવ્યું હતું કે 2024 માં 20,414 લોકો ચેપથી પ્રભાવિત થયા હતા, જેમાંથી 347 લોકો મૃત્યુ પામ્યા હતા. રિપોર્ટ અનુસાર 2019 માં સૌથી વધુ 28,798 કેસ નોંધાયા હતા, જેમાં 1,218 લોકો મૃત્યુ પામ્યા હતા. કેન્દ્ર સરકારે આવા રોગોના તાત્કાલિક પ્રતિભાવ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે
આ ટાસ્ક ફોર્સમાં આરોગ્ય મંત્રાલય, એનસીડીસી, આઇસીએમઆર, દિલ્હી AIIMS, પીજીઆઇ ચંદીગઢ, નિમ્હાંસ બેંગ્લોર, વિજ્ઞાન અને બાયોટેકનોલોજી વિભાગ સહિત વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. H1N1 એ એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, જેને સ્વાઈન ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પહેલા આ વાયરસ ફક્ત ડુક્કરને જ અસર કરતો હતો, પરંતુ હવે તે માણસોને પણ ઝપેટમાં લઇ રહ્યો છે. તેના લક્ષણોમાં તાવ, થાક, ભૂખ ન લાગવી, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલટી અને ઝાડા છે. તે ઉપલા અને મધ્યમ શ્વસન માર્ગને અસર કરે છે. કોરોનાની જેમ તેમાં પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમિત કરવાની ક્ષમતા છે. ભારતમાં તેનો પહેલો કેસ 2009 માં જોવા મળ્યો હતો. 2009 થી 2018 સુધી ભારતમાં આ ચેપનો મૃત્યુદર ખૂબ ઊંચો રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
