<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

હોળી-ધુળેટીના તહેવાર પર શેરબજાર ખુલશે કે નહીં ? ટ્રેડિંગ પહેલા જુઓ SEBIની રજાની યાદી

હોળી ધુળેટીના દિવસે શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણ થશે કે નહીં?

નવી દિલ્હી :હોળી એ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે ઘણા રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણ થશે કે નહીં?

     આ વર્ષ 14 માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, લોકોએ તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જેમ કે રંગો લેવા અને કપડાની ખરીદી કરવી. હવે જો હોળીના તહેવારમાં શેરબજારની વાત કરીએ તો એક પ્રશ્ન થાય છે કે , હોળી પર શેરબજાર ચાલશે કે નહીં? શેરબજાર સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે અને આ વખતે હોળી શુક્રવારે છે.

    હોળી સિવાય, માર્ચ મહિનામાં શેરબજાર વધુ એક દિવસ બંધ રહેશે. કારણ કે ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) સોમવાર, 31 માર્ચ, 2025 ના રોજ શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આગામી એપ્રિલ મહિનામાં શ્રી મહાવીર જયંતિ હોવાથી ગુરુવાર, ૧૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બજાર બંધ રહેશે. રોકાણકારો અને વેપારીઓએ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે હોળીના દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેરનું કોઈ ટ્રેડિંગ થશે નહીં. એટલે કે શેરબજાર બંધ રહેશે

આ સમયગાળા દરમિયાન, ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ (SLB) સેગમેન્ટ્સ સહિતની તમામ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ બંધ રહેશે. આ પછી શેરબજાર સોમવાર, 17 માર્ચ, 2025 ના રોજ ફરી ખુલશે. ત્યારબાદ, સોમવાર, ૧૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ અને શુક્રવાર, ૧૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ગુડ ફ્રાઈડે પર રજા રહેશે. જોકે, કોમોડિટીઝ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણકારોએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) ના રજાઓ તપાસવી જોઈએ કારણ કે તેમના માટે ટ્રેડિંગના કલાકો અલગ અલગ હોઈ શકે છે.

 

હોળીના દિવસે ઘણા રાજ્યોમાં બેંકો પણ બંધ રહેશે . આ ઉપરાંત, બીજા શનિવાર (૧૫ માર્ચ) અને રવિવાર (૧૬ માર્ચ) ના રોજ પણ રજા રહેશે. કેટલાક રાજ્યોમાં ૧૩ માર્ચે હોલિકા દહન પર રજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ૧૩ થી ૧૬ માર્ચ સુધી સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે

(8:26 PM IST)