<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

'યુદ્ધ છોડો', બાળકો પેદા કરો...', 12 બાળકોના પિતા ટેસ્લાના માલીક એલોન મસ્કની પોસ્ટ ભારે વાયરલ

વિશ્વના સૌથી પ્રખ્યાત અબજોપતિ અને ટેસ્લાના માલિક એલોન મસ્કની એક રીપોસ્ટને કારણે ભારે ચર્ચા : મસ્કે X પર એક ફોટો રીપોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે MAKE KIDS, NOT WAR.

વિશ્વના સૌથી પ્રખ્યાત અબજોપતિ અને ટેસ્લાના માલિક એલોન મસ્કની એક રીપોસ્ટને કારણે તેઓ ચર્ચામાં છે. મસ્કે X પર એક ફોટો રીપોસ્ટ કર્યો છે જેમાં તેનું પેઇન્ટેડ કેરિકેચર દર્શાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગમાં કાળો સૂટ અને ચશ્મા પહેરેલા મસ્ક એક બોર્ડ તરફ ઈશારો કરી રહ્યા છે જેના પર લખેલું છે -  MAKE KIDS, NOT WAR.

આ પોસ્ટ સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @cb_doge દ્વારા શેર કરવામાં આવી હતી. તેને થોડી જ વારમાં 66 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. પરંતુ ચર્ચા શરૂ થઈ કે શું આ મસ્કના અંગત જીવન તરફ સંકેત છે? મસ્ક હંમેશા વસ્તી વૃદ્ધિના પક્ષમાં રહ્યા છે, તેથી ઘણા લોકો માને છે કે કદાચ તેમના પરિવારમાં ફરીથી કોઈ નવો મહેમાન આવવાનો છે.

 

 કેટલાક લોકો માને છે કે આ પોસ્ટ અમેરિકામાં થઈ રહેલા ફેરફારો દર્શાવે છે. મસ્ક ટ્રમ્પના સમર્થક છે અને તેમની સરકારનો પણ એક ભાગ છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ અમેરિકાને કોઈપણ યુદ્ધમાં સામેલ થવાથી બચાવવાની છે. તાજેતરમાં, તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ લાવવાની પહેલ કરી હતી. જોકે, રિપબ્લિકન પાર્ટી તેમની નીતિઓનો વિરોધ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ પોસ્ટ દ્વારા મસ્ક દુનિયાને સંદેશ આપવા માંગે છે કે યુદ્ધો હવે સમાપ્ત થઈ જવા જોઈએ અને અમેરિકાએ પોતાને યુદ્ધથી દૂર રાખવું જોઈએ.

એલોન મસ્ક અત્યાર સુધીમાં ચાર અલગ અલગ મહિલાઓથી 14 બાળકોના પિતા બની ચૂક્યા છે. તેમની પહેલી પત્ની જસ્ટિન વિલ્સનથી તેમને જોડિયા અને ત્રણ બાળકો છે. પ્રખ્યાત ગાયક ગ્રીમ્સથી તેમને ત્રણ બાળકો પણ છે. આ ઉપરાંત તેમણે ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન જિનલિસ સાથે જોડિયા અને બે અન્ય બાળકોને પણ જન્મ આપ્યો હતો.

  એલોન મસ્કે અગાઉ અમેરિકા અને યુરોપમાં ઘટી રહેલા જન્મદર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઘણી વાર પરિવાર પર ભાર મૂકવા અને વધુ બાળકો પેદા કરવા વિશે વાત કરી છે. પરંતુ આ વખતે તેમની પોસ્ટે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જગાવી છે, જેનો કોઈ નક્કર જવાબ ખુદ મસ્ક પાસે પણ નહીં હોય!

 

(8:33 PM IST)