હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે રાન્યા રાવના IPS પિતાની ભૂમિકાની તપાસ થશે :સરકારે આપ્યા આદેશ: CID કરશે બેદરકારીની તપાસ
કેસની તપાસ દરમિયાન મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે ધરપકડ કરાયેલ રાન્યાએ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવેલી સુવિધાઓનો દુરુપયોગ કર્યો હતો

કર્ણાટક સરકારે સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવના સાવકા પિતા સામે તપાસના આદેશ આપ્યા છે. સરકારે અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાને તપાસની જવાબદારી સોંપી છે.
રાન્યા રાવના પિતા રામચંદ્ર રાવ ડીજીપી રેન્કના અધિકારી છે. તેઓ હાલમાં કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર છે. હવે સોનાની દાણચોરી કેસમાં તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલયે મંગળવારે જણાવ્યું કે, ગૌરવ ગુપ્તાની નિમણૂકનો આદેશ સોમવારે રાત્રે જારી કરવામાં આવ્યો હતો. સરકારે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસ અધિકારીઓની બેદરકારીની તપાસના આદેશ પણ આપ્યા છે. આ મામલે CID તપાસ કરશે.
આદેશ અનુસાર, એસીએસ ગૌરવ ગુપ્તા પ્રોટોકોલ સંબંધિત સુવિધાઓ અને વરિષ્ઠ IPS અધિકારી રામચંદ્ર રાવની ભૂમિકાની તપાસ કરશે. આદેશમાં તાત્કાલિક તપાસ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટ પણ એક સપ્તાહમાં રજૂ કરવાનો રહેશે. તેના આદેશમાં, સરકારે પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (પોલીસ દળોના વડા) અને કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગના સચિવને તમામ જરૂરી દસ્તાવેજો અને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
આદેશમાં સરકારે કહ્યું કે અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી સોનાની લગડી લાવતી વખતે બેંગલુરુ એરપોર્ટ પર પકડાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ તેના IPS પિતા રામચંદ્ર રાવને આપવામાં આવેલી પ્રોટોકોલ સુવિધાઓનો દુરુપયોગ કર્યો છે. તપાસ ટાળવા માટે તેના નામ અને સરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાન્યાના વિદેશથી આગમન અને પ્રસ્થાન દરમિયાન એરપોર્ટ પરના પોલીસ કર્મચારીઓએ બેદરકારી દાખવી હતી.
નોંધનીય છે કે 3 માર્ચે, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ અભિનેત્રી રાન્યા રાવને 12.56 કરોડ રૂપિયાના સોનાની લગડીઓ સાથે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી. બીજા દિવસે, ડીઆરઆઈએ બેંગલુરુમાં રાન્યાના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યાંથી 2.06 કરોડની કિંમતના સોનાના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. ડીઆરઆઈ ઉપરાંત સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
