<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની અવામી એક્શન કમિટિ પર આગામી 5 વર્ષ માટે મૂક્યો પ્રતિબંધ

અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ: ગૃહ મંત્રાલયનો આરોપ .

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મોટી કર્યવાહી કરતા જમ્મુ કાશ્મીરની અવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મુક્યો છે ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે તાત્કાલિક અસરથી જમ્મુ અને કાશ્મીર સ્થિત અવામી એક્શન કમિટી (AAC) ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું અને તેના પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે

. મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે, તેના સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે.

(9:17 PM IST)