<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

હૈદરાબાદમાં હૈયું હચમચાતી ઘટના:દંપતીએ બાળકોની હત્યા કર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો

સુસાઈડ નોટ પરથી સ્પસ્ટ થયું કે કપલે આર્થિક ભીંસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું : 44 વર્ષીય ચંદ્રશેખર રેડ્ડી અને તેમની પત્ની 35 વર્ષીય કવિતા, 2023થી બેરોજગારીથી પીડિત હતા

હૈદરાબાદમાં બનેલી એક ઘટનાએ લોકોમાં આઘાત પેદા કર્યો છે. અહીં એક કપલે તેમના 13 અને 10 વર્ષના બાળકોની હત્યા કર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કપલે પહેલાં પોતાના બાળકોને માર્યા હતા ત્યાર બાદ બન્નેએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 44 વર્ષીય ચંદ્રશેખર રેડ્ડી અને તેમની પત્ની, 35 વર્ષીય કવિતા, 2023થી બેરોજગારીથી પીડિત હતા. ડ્ડી અગાઉ એક ખાનગી કોલેજમાં જુનિયર લેક્ચરર તરીકે કામ કરતો હતો.

  કપલે એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેલુગુમાં લખેયું હતું કે મારી પાસે મારું જીવન સમાપ્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. કૃપા કરીને મને માફ કરો. હું મારી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યો છું અને માનસિક અને શારીરિક રીતે પીડાઈ રહ્યો છું. હું ડાયાબિટીસ, અને કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યો છું. સુસાઈડ નોટ પરથી સ્પસ્ટ થયું છે કે કપલે આર્થિક ભીંસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું.

  રેડ્ડી અને કવિતાની ડેડબોડી અલગ અલગ રુમમાંથી મળી હતી જયારે બાળકો બેડરુમમાં મરેલા પડ્યાં હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતીએ તેમના પુત્ર, 10 વર્ષના વિશ્વન રેડ્ડી અને પુત્રી શ્રીતા રેડ્ડીને ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી આત્મહત્યા કરી હતી. છોકરો 5મા ધોરણમાં અને છોકરી 9મા ધોરણમાં ભણતી હતી.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા બાદ આપઘાતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કપલો બાળકોને મારીને આપઘાત કરે તેવા બનાવ પણ સામે આવી રહ્યાં છે.

(11:16 PM IST)