હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોનાલ્ડ ટ્રમ્પે એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદી : કેનેડાને બેવડો ફટકો:જાણો ભારત પર શું થશે અસર?
અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી: ભારત વાર્ષિક 145 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરે છે

નવી દિલ્હી. 12 માર્ચથી તમામ દેશોમાંથી અમેરિકા આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ડ્યૂટી લાગશે. અમેરિકા પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યું છે. આ ડ્યુટી વધારાથી ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસમાં કોઈ ખાસ ફરક પડશે નહીં.
ભારત આ બે વસ્તુઓમાંથી 1.5 બિલિયન ડોલરથી ઓછી અમેરિકામાં નિકાસ કરે છે. અમેરિકાની આ ડ્યુટી વધારવાની નીતિને કારણે ચીન અને અન્ય દેશો ભારતમાં મોટા પ્રમાણમાં સ્ટીલ પ્રોડક્ટ્સ મોકલી શકે છે તેવી આશંકા ચોક્કસપણે છે. આનાથી આપણા સ્થાનિક ઉદ્યોગને અસર થવાની સંભાવના છે.
ચીન ઉપરાંત વિયેતનામ, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોર જેવા દેશોમાંથી વિવિધ સ્ટીલ ઉત્પાદનો ભારતમાં આયાત કરવામાં આવે છે. આ દેશો ભારતને એક મોટા બજાર તરીકે જોઈ રહ્યા છે. સરકાર ઘણા સ્ટીલ ઉત્પાદનો પર 15 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સ્ટેનલેસ સ્ટીલ, સીમલેસ ટ્યુબ અને પાઈપ ચીનથી આવે છે અને તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી શકે છે.
સ્ટીલ મંત્રાલય અનુસાર, ભારત વાર્ષિક 145 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરે છે. તેમાંથી માત્ર 95,000 ટન સ્ટીલની અમેરિકામાં નિકાસ થાય છે. તેથી, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાની ટેરિફ નીતિથી કોઈ ફરક પડશે નહીં. અમેરિકાએ કેનેડાને બેવડો ઝટકો આપ્યો છે. મંગળવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર તેમની આયોજિત ટેરિફ બમણી કરી.
ટ્રમ્પના આ નિર્ણયથી કુલ ટેરિફ વધીને 50% થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓન્ટારિયો પ્રાંત દ્વારા અમેરિકામાં આવનારી વીજળી પર 25% ટેરિફ લગાવવાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. નવા ટેરિફ નિયમો બુધવારથી અમલમાં આવશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે કેનેડાએ તેના અમેરિકન વિરોધી ખેડૂતોના ટેરિફને તુરંત જ હટાવવી જોઈએ, જે વિવિધ અમેરિકન ડેરી ઉત્પાદનો પર 250% થી 390% સુધીના ટેરિફને દૂર કરે છે, જે લાંબા સમયથી અપમાનજનક માનવામાં આવે છે. હું ટૂંક સમયમાં ડેન્જર ઝોનમાં વીજળી પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીશ. આ સાથે ટ્રમ્પે એવી પણ ધમકી આપી હતી કે જો કેનેડા અન્ય મોટા ટેરિફને નાબૂદ નહીં કરે તો તે 2 એપ્રિલથી અમેરિકામાં આવનારી કાર પર ટેરિફમાં નોંધપાત્ર વધારો કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
