<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

પાકિસ્તાની સૈનિકોએ હાઇજેક કરાયેલી ટ્રેનમાંથી 80 બંધકોને મુક્ત કરાવ્યા

43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકોને મુક્ત કર્યા

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ટ્રેન હાઇજેક કરી છે. તે જ સમયે, પાકિસ્તાનના સરકારી મીડિયાનો દાવો છે કે સૈનિકોએ ટ્રેનમાંથી 80 બંધકોને મુક્ત કર્યા છે.

   સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદી જૂથમાંથી 80 બંધકોને સફળતાપૂર્વક મુક્ત કર્યા છે, જેમાં 43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે.

 દરમિયાન સુરક્ષા દળો સતત બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. BLA અનુસાર, 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે

(1:11 AM IST)