હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘બે ગોળીમાં મારી નાખીશ': નાની બાળકીએ આપી વડાપ્રધાન મોદીને ધમકી?
સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક નાની બાળકી એકે-૪૭ રાઇફલ સાથે વડા પ્રધાન મોદીને ધમકી આપતી જોવા મળે છે : આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં બબાલઃ નાની ઉમરે કટ્ટરપંથી વિચારધારા પર ચિંતાઓ ઉઠી

નવી દિલ્હી,તા.૧૨: સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક નાની બાળકી એકે-૪૭ રાઇફલ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતી જોવા મળે છે. આ વીડિયોને લઈને ભારે બબાલ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં નારાજગી જોવા મળી છે. આ વીડિયોની તારીખ અને સ્થાન અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
આ વીડિયોમાં એક નાની બાળકી એકે-૪૭ રાઇફલ પકડીને વડા પ્રધાન મોદીને ધમકી આપતી જોવા મળે છે. વીડિયોમાં બાળકીએ કહ્યું હતું, મોદી, તું જે પણ છે, તું મૂરખ છે. જો તું અમારા દેશને ફરી એકવાર નુકસાન પહોંચાડીશ, તો હું તને મારી નાખીશ. મારી પાસે ગોળીઓથી ભરેલી બંદૂક છે, ૫૦ ગોળીઓ છે અને હું તને માત્ર બે ગોળીમાં મારી નાખીશ. તું કયારેય જીવતો નહીં રહે અને ડોક્ટર પણ તને બચાવી શકશે નહીં. તું હંમેશા જમીન પર મરેલો જ રહીશ. આ બાળકીએ અંતે ઉમેર્યું કે, આલ્લાહ તારા પર ખુશ નહીં થાય... તું બહુ ખરાબ છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ઘણા યુઝર્સે આટલી નાની ઉંમરે બાળકોના કટ્ટરપંથીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે અને ભારે નફરતના પ્રદર્શનની નિંદા કરી છે. ઘણા લોકોનો દાવો છે કે આ વીડિયો બાળકોને ખોટી દિશામાં લઈ જશે અને ધમકી અને કટ્ટરપંથી વિચારધારા માટે ચિંતાજનક છે. એક યૂઝરે કહ્યું, જો આ વીડિયો ભારતનો છે તો આવા મેસેજ માટે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવવા જોઈએ. રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આટલી નફરત ચોંકાવનારી છે!
આ ઘટનાએ બાળકો પર કટ્ટર વિચારધારાના અસરો વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. નિષ્ણાતો માને છે કે આવો પ્રચાર માત્ર ઘૃણા જ નહીં, પણ બાળકોમાં હિંસક વિચારધારાને સામાન્ય બનાવે છે. આ ઘટના દ્વારા શીખ મળી છે કે બાળકોને ઉગ્રવાદી વિચારોથી બચાવવા માટે તાત્કાલિક અને સખત પગલાં લેવાની જરૂર છે.(૪૦.૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
